. કાંકરેજ તાલુકાના રાનેર પગાર સેન્ટરની તમામ શાળાના શિક્ષકો દ્વારા મહા મુનેશ્વર મહાદેવ મંદીર ની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રૂપીયા ૧.૧૧.૧૧૧ નું માતબર રકમનું દાન કરી ગુરુ ની ફરજ અદા કરી.... પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના રાનેર ગામે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને હવે આવનાર દિવસોમાં તારીખ ૧.૨.૩/૨/૨૦૨૩ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના રાનેર ગામનું ગૌરવ અને શોભા વધારી દીધી છે એવા મહા મૂનેશ્વર મહાદેવના મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શોભાયાત્રા નીકળશે અને હજારો લોકો દર્શન કરવા માટે ઉમટી પડી શકે છે ત્યારે હવે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે કે સામાજિક અને ધાર્મીક કર્મકાંડો સાથે સાથે રાજકીય અને આર્થિક સંસ્થાઓ દ્વારા મેળાવડા ભીડભાડવાળા વિસ્તારમાં હોય તો ફરજિયાત પણે સોસિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને જ કોઈ પણ વ્યક્તિ ને ખુબજ જરૂરી બની ને પ્રવેશ કરે એવી ગાઈડ લાઈન મુજબ કાર્યવાહી કરી શકે તો નવાઈ નહિ પરંતુ હવે આવા સંજોગોમાં કાંકરેજ તાલુકાના રાનેર ના દેવાધિદેવ મહાદેવ એટલે કે મહા મનેશ્વર મહાદેવ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજ રોજ શિક્ષકો દ્વારા માતબર રકમનું દાન કરી ને એક નવો ઇતિહાસ રચીને દરેકને પોતાની વ્યક્તિગત રીતે દાન કરવા માટે પ્રેરણા આપી છે અને રાનેર સમસ્ત ગ્રામજનો અને મંદિરના ટ્રસ્ટી અને પૂજારી સહિત આયોજક મંડળો દ્વારા કરવામાં આવેલા સુંદર આયોજન કરી ને ધાર્મીક કાર્યો માટે પોતાનુ યોગદાન આપી ને નવી દિશા તરફ આગળ વધી ને હિન્દુ ધર્મ ને સાર્થક કરવા માટે એક મહા યજ્ઞ કરવામાં આવશે જે આવનાર દિવસોમાં તારીખ ૧.૨.૩/૨/૨૦૨૩ નું નવલું નજરાણું નવું વર્ષ ધાર્મીક કાર્યો માટે સુખ અને સમૃદ્ધિ માટે ખુબજ સરસ લાભદાયી સાબિત થાય તેવી આશા સાથે સમગ્ર રાનેર ગ્રામજનોએ એક પાકો નિર્ધાર કર્યો છે ત્યારે હવે દરેક ધર્મ પ્રેમી જનતા માટે એક સોનેરી અવસર પ્રાપ્ત થશે જેમાં યથા શક્તિ મૂજબ દાન કરવું જોઈએ
અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ