સાવરકુંડલાથી અમરેલી જતા ઇસમને મોટર સાયકલમાં બેસાડી , રસ્તામાં માર મારી લુંટ કરનાર ઇસમને પકડી પાડી , લુંટનો ગુન્હો ડીટેક્ટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ.
ગુન્હાઓની વિગતઃ
મદનસીંગ ગણપતસીંગ રાજપુત , ઉ.વ .૩૮ , રહે.મુળ બળકોચરા , તા.બિહાવર , જિ.અજમેર ( રાજસ્થાન ) હાલ રહે.ધજડી , તા.સાવરકુંડલા , જિ.અમરેલી,વાળા ધજડી ગામથી પોતાના વતન રાજસ્થાન જવા માટે ગઇ તા .૨૧ / ૧૨ / ૨૦૨૨ ના રોજ નિકળેલ ,
તે વખતે ૧૦/૦૦ વાગ્યે સાવરકુંડલા પીકઅપ બસ સ્ટેન્ડથી એક ઇસમ મોટર સાયકલ લઇ આવી , મદનર્સીંગને અમરેલી જતા હોવાનું કહી , મોટર સાયકલમાં બેસાડી , ચરખડીયાથી આગળ નદીમાં મોટર સાયકલ ઉભુ રાખી , મદનસીંગને મોટર સાયકલમાંથી નીચે ઉતારી , લાકડી વતી શરીરે આડેધડ માર મારી માથાના પાછળના ભાગે ઇજા કરી , મદનીંગના પેન્ટના ખીસ્સામાંથી એક વીવો કંપનીનો મોબાઇલ ફોન કી.રૂ .૩૦૦૦ / - તથા રોકડ રૂ .૧૫૦૦૦ / - કાઢી લઇ ગુન્હો કરેલ હોય , જે અંગે મદનસીંગ ગણપતસિંગ રાજપુત એ અજાણ્યા આરોપી વિરૂધ્ધ ફરિયાદ આપતા.
સાવરકુંડલા ટાઉન પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૨૨૨૦૯૧૯ / ૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૯૪ , ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો રજી . થયેલ .
ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ગંભીર અનીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય ,
અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ આ પ્રકારના ગંભીર અનીટેક્ટ ગુન્હાના આરોપીને શોધી કાઢી , તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી.ને માર્ગદર્શન આપેલ હતું .
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ દ્વારા અનીટેક્ટ લુંટના ગુનાના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ . શકદારોને ચેક કરવામાં આવેલ . આ ગુનાના ફરિયાદીની પુછપરછ કરી , આરોપીના વર્ણન અંગે માહિતી મેળવી , આવા વર્ણન વાળા ઈસમો અને આ પ્રકારના ગુનાઓ કરવાની એમ.ઓ. ધરાવતા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવેલ .
અનડીટેક્ટ ગુનાના આરોપીને પકડી પાડવાના સઘન પ્રયાસો દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે સાવરકુંડલા , ખાતરવાડીએ આવેલ કાળ ભૈરવદાદાના મંદિરે એક ઇસમ ચોરી અથવા છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન વેચવાની પેરવીમાં છે , તેવી હકીકત મળતાં તુર્ત જ એલ.સી.બી. દ્વારા મળેલ બાતમી આધારે વર્ણન વાળા એક ઇસમને પકડી પાડી , તેમની અંગઝડતી કરતાં , તેમની પાસેથી લુંટનો મોબાઇલ ફોન મળી આવેલ . પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં તેઓએ ઉપરોકત અનીટેક્ટ ગુનાને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી .
પકડાયેલ આરોપીની વિગતઃ
મુકેશ ભુપતભાઇ ચોરાલા , ઉ.વ .૩૦ , રહે.આદસંગ ગામની સીમ , તા.સાવરકુંડલા , જિ.અમરેલી , મુળ રહે , બગસરા , અમરેલી રોડ , બાયપાસ પાસે તા.બગસરા , જિ.અમરેલી .
પકડાયેલ મુદ્દામાલઃ
એક વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ .૩,૦૦૦ / - તથા રોકડા રૂ .૫૦૦ / - તથા મોટર સાયકલ - ૧ કિ.રૂ .૧૦,૦૦૦ / - મળી કુલ કિં.રૂ .૧૩,૫૦૦ / - નો મુદ્દામાલ .
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા , યુવરાજસિંહ રાઠોડ , ઘનશ્યામભાઇ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.