કરણનગર ગામના મૂળ વતની અને કડી શહેરમા વસતા દશરથભાઈ પટેલનુ અકાળે હ્રદય રોગના હુમલાથી અવશાન થયુ હતુ. પરિવારે તેમના ચક્ષુઓનું દાન કરીને બે વ્યક્તિઓને દ્રષ્ટી આપવાનું ભગીરથ કાર્ય કર્યુ છે.
કડી તાલુકાના કરણનગર ગામના મૂળ વતની દશરથભાઈ કરશનભાઈ પટેલ હિટાચી કંપનીમા એન્જીનીયર તરીકે નોકરી કરતા હતા. રવિવારે કરણનગર વડીપાર્ટી પાટીદાર પરિવારનો સ્નેહમિલન સમારોહ હતો. રાત્રે અચાનક સમારોહના સંચાલક દશરથભાઈ કે. પટેલને એકાએક છાતીમાં દુ:ખાવો થતા તાત્કાલિક તેમને કડી ભાગ્યોદય હોસ્પીટલમા લઈ ગયા હતા. હ્રદય રોગના ગંભીર હુમલાને પગલે તેમનુ અકાળે જ મોત થતા પરિવાર શોકમગ્ન બની ગયો હતો.
કડીના કરણનગરના પરિવારે યુવાનના ચક્ષુઓનું દાન કરવાનુ નક્કી કરતા રાત્રિ દરમિયાન લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ, પિનાકીન પટેલ, મયંક પટેલ અને ડૉ. આનંદ પટેલની ટીમ આવી પહોંચી હતી. સર્જરી બાદ યુવકની બંને ચક્ષુઓને ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ ખાતે મોકલી આપી હતી.