રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે.સતત ચોથા દિવસે પારો ગગડ્યો છે.રાજ્યના 10 શહેરોમાં તાપમાન 13 ડિગ્રીની નીચે નોંધાયું છે. જ્યારે ગત રાત્રે નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અહીં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. સાથે જ રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો ગગડતાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો.બીજી બાજુ, કચ્છમાં આગામી બે દિવસ દરમિયાન કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.અમદાવાદમાં 12.6 ડિગ્રી સરેરાશ તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 11.2, વડોદરામાં 11.4, સુરત 13.6, રાજકોટ 10.7, ડીસા 12.2, વલસાડ 16.5, ભાવનગર 14, દ્વારકા 15.2, સુરેન્દ્રનગર 12.5, મહુવા 11.7, પોરબંદર 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સાથે જ નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અહીં પારો 7 ડિગ્રીથી ઘટીને 4 ડિગ્રી થઇ જતાં હાડ થિજવતી ઠંડીનો અહેસાસ થયો હતો.