પાલનપુર શહેરના પૂર્વ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે બાતમી હકીકત અને હ્યુમન સોર્સના આધારે કચ્છ જિલ્લાના મેઘપુર બોરીચા અંજાર ખાતેથી ઝડપી પાડ્યો હતો.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ કચ્છ - ભુજ જે.આર.મોથલીયા તેમજ અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરી હતી. જે સુચના અંતર્ગત ડૉ.જે.જે.ગામીત, નાયબ પોલીસ અધિક્ષક, પાલનપુર વિભાગ પાલનપુરનાઓ માર્ગદર્શન મુજબ, જે.પી.ગોસાઇ, પોલીસ ઇન્સ્પેક્ટર પાલનપુર શહેર પુર્વ પોલીસ સ્ટેશનનાઓના પોલીસ સ્ટાફના માણસોએ બાતમી હકીકત તેમજ હ્યુમન સોર્સના આધારે પાલનપુર શહેર પુર્વ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના આરોપી રવિ ગોવીંદભાઈ રાવળને કચ્છ જિલ્લાના મેઘપર-બોરીચી અંજાર ખાતેથી ભોગ બનનારને શોધી તેમજ અપહરણ કર્તા સાથે ઝડપી પાડ્યો હતો. પાલનપુર શહેર પૂર્વ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.