દેવલ્યા ગામના પચ્ચીસ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી : સારવાર દરમિયાન થયું મોત

મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના દેવલ્યા ગામના રહેવાસી અજયભાઈ કનુભાઈ ભીલ ઉ.વ 25 નાઓ તારીખ 25/12/2022 ના રોજ બપોરના સમયગાળા દરમિયાન દેવલ્યા ગામે પોતાના ઘરે કોઈ પણ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હતા જેથી તેમના પરિજનો તેઓને સારવાર અર્થે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે દર્દીની ટૂંકી સારવાર કર્યા બાદ દર્દી ની હાલત ગંભીર હોય જેથી તેઓને વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા રાજપીપલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ છે ઘટનાની જાણ હતી તિલકવાડા પોલીસને થતા તિલકવાડા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે