કાલોલ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુરૂવારે દેલોલ વણજારાવાસમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળીને જાહેરમાં પાના પતાથી પૈસા વડે હારજીતનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે બાતમીના સ્થળે ગોળ કુંડાળું કરી જુગાર રમતા ઇસમોને પોલીસને આવેલી જોતા નાસભાગ મચી હતી જોકે પોલીસે પીછો કરી ભરતભાઈ પરસોત્તમભાઈ જોશી, રાજેશભાઈ શંકરભાઈ રાઠોડ, ગુલાબભાઈ ઉર્ફે ભટ્ટી દશરથસિંહ રાઠોડ,બળભદ્રસિંહ ઉર્ફે પીન્ટુ વિજયસિંહ ગોહિલને ઝડપી પાડી ચારેય જુગારીઓ ની અંગ જડતી માં રૂ.૪,૬૫૦ અને દાવ પરના રૂ.૨૦૬૦ મળી કુલ રૂ,૬,૭૧૦/સહિત જુગાર ના પાનના પત્તા કબજે કરી પોલીસે ઝડપાયેલા ચાર જુગારીઓની અટકાયત કરી તેઓની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.