તુલસી શ્રી સખી શિવે પાપ હારિણી પૂણ્યદે

નમસ્તે નારદનૂતે નમો નારાયણી પ્રિયે... વર્તમાન સમયમાં હાવી થતી પશ્ચિમી સંસ્કૃતિ ના આંધળા અનુકરણ ને બ્રેક મારવા તેમજ આપણી સંસ્કૃતિ ,ધાર્મિક શાસ્ત્રો અને સંસ્કારો બાળ હૃદય માં પ્રજ્વલિત રાખવા શુભ આશયથી શ્રી મેરુપર પે સેન્ટર શાળામાં નાતાલ ની અનોખી ઉજવણી કરવામાં આવી..આ તકે બાળકોએ રવિવારની રજામા પણ શાળામાં આવી તુલસી પૂજન કર્યું. આ પ્રસંગે શાળાના શિક્ષક ધર્મેન્દ્ર ભુંભરિયા દ્વારા તુલસી ના ફાયદા વિશે વિદ્યાર્થીઓને સમજ આપવામા આવી.

આચાયઁ ધનજીભાઈ ચાવડા દ્વારા દાખવેલ "ભારતીય સંસ્કૃતિમાં તૂલસી પૂજાનું આગવુ મહત્વ છે.વિદ્યાર્થીઓમા તુલસી પ્રત્યેનો ભાવ નિર્માણ થાય અને તુલસીપૂજન કરી તુલસીમાતા પ્રત્યે પૂજ્યભાવ નિર્માણ થાય તેવા હેતુથી તુલસી પૂજન શાળાના વિદ્યાર્થીઓ દ્ધારા કરવું જોઇએ " અભિગમને ઝીલી લઈ રવિવારે પણ શાળામા ધર્મેન્દ્રભાઈ ભુંભરિયાએ સમયદાન કરી તુલસીપૂજન કાર્યક્રમ યશસ્વી રીતે કરેલ.... મગ્ર કાર્યક્રમથી વિદ્યાર્થીઓમા તુલસીની સાથે સાથે વૃક્ષ અને પ્રકૃતિ તરફ પણ પૂજ્યભાવ કેળવાશે તેવો આશાવાદ વ્યકત કરવામાં આવેલ...