અમરેલી જીલ્લાના વડીયા પો.સ્ટે.ના મોટાઉજળા ગામે ખુનની કોશીશના ગુન્હાના કામના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી વડીયા પોલીસ.
ગુન્હા ની ટૂંક હકિકત એવી છે કે!આ કામના ફરીયાદી વસંતભાઇ વલ્લભભાઇ ગજેરા ઉ.વ .૬૦, ધંધો.ખેતી, રહે.મોટા ઉજળા,તા.વડીયા,જી.અમરેલી,
તથા ફરીયાદીના પત્નિ ( સાહેદ ) પોતાના અન્ય મકાને કામકાજ સબબ ગયેલ હોય , આ દરમ્યાન મકાનની બાજુમાં આ કામના આરોપી અશોકભાઇ ઉર્ફે સલમાન કાબાભાઇ વાડદોરીયા ( દે.પુ ) ઉ.વ .૩૫ ધંધો.મજુરી, રહે. મોટા ઉજળા, તા.વડીયા, જી.અમરેલી, રહેતા હોય , જે ફરીયાદીના મકાનના નળીયા ઉંચકાવતો હોય,જેથી ફરીયાદીએ આરોપી ને નળીયા ઉચકાવવાની ના પાડતા આરોપીને સારૂ નહી લાગતા ફરીયાદીને ગાળો આપી અને આરોપી એ ફરીયાદી ને લાકડીનો ઘા ડાબા કાન તથા માથાના ભાગે માર મારી અને મોત નીપજાવે તેવી ગંભીર ઇજાઓ કરી ફરીયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયેલા હોય.
જે બાબતે એ પાર્ટ - ગુ.ર.નં ૧૧૧૯૩૦૬૦૨૨૦૪૨૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૩૦૭,૩૨૩,૫૦૪,૫૦૬ ( ૨ ) , તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫. મુજબનો ગુન્હો વડીયા પો.સ્ટે ખાતે રજીસ્ટર થયેલ હોય.
. ઉપરોક્ત ગુન્હાના કામનો આરોપી ગુન્હો કરી અને નાસી ગયેલ હોય . જેથી પોલીસ અધિક્ષક હિમંકરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભડારી નાઓ દ્વારા આ કામના આરોપીને સત્વરે ધરપકડ કરવા જરૂરી કાર્યવાહી કરવા સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય ,
જે અનુસંધાને ઉપરોકત ગુન્હાના કામે વડીયા પો.ના પો.સ.ઇ. કે કે.ઓડેદરા તથા વડીયા પોલીસ સ્ટાફ દ્વારા સઘન તપાસ હાથ ધરી અને આ કામનો આરોપી અપરણીત હોય, અને રખડતો ભટકતો હોય, અને પોતે મોબાઇલ કે અન્ય કોઇ ટેકનોલોજી નો ઉપયોગ કરતો ન હોય, તેમજ વડીયા પો.સ્ટે . ગુ.ર નં -૦૨૦૯ / ૨૦૨૨ ના કામે નાસતો ફરતો હોય, અને ગુન્હાઓ કરવાની ટેવ વાળો ગુન્હેગાર હોય .
સદરહું ગુન્હાના કામના આરોપીને અંગત પોલીસના બાતમિદારો અને હ્યુમન રીસોર્સેજ દ્વારા આરોપીને ચોક્કસ બાતમી આધારે જુનાગઢ જીલ્લાના કેશોદ માગરોળ રોડ પરથી ગણતરીના કલાકોમાં પકડી લઇ ધોરણસર અટક કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપી
( ૧ ) અશોકભાઇ ઉર્ફે સલમાન કાબાભાઇ વાડદોરીયા ( દે.પુ ) ઉ.વ .૩૫, ધંધો.મજુરી, રહે.મોટા ઉજળા, તા.વડીયા,જી.અમરેલી,
પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ
( ૧ ) વડીયા પો.સ્ટે . સે .૧૩ / ૧૬ ઇ.પી.કો કલમ ૩૨૩,૫૦૪,૫૦૬ ( ૨ ) મુજબ
( ૨ ) વડીયા પોસ્ટે સી.પાર્ટ ગુ.ર.ન. ૧૧૧૯૩૦૬૦૨૧૦૪૫૪ , ૨૦૨૧ પ્રોહી કે ૬૫ ( એ ) ( એ ) મુજબ
( ૩ ) વડીયા પોસ્ટે પાર્ટ સી ગુ.ર.નં .૧૧૧૯૩૦૬૦૨૧૦૪૨૫ / ૨૦૨૧ પ્રોહિ ક . ૬૬ ( ૧ ) ( બી ) મુજબ ( ૪ ) વડીયા પો.સ્ટે . પાર્ટ સી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૦૨૧૦૬૫૩/૨૦૨૧ પ્રોહી ૬. ૬૬ ( ૧ ) બી મુજબ
( ૫ ) વડીયા પો.સ્ટે . પાર્ટ સી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૦૨૨૦૨૦૯/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૨૩,૩૨૪,૩૩૭,૫૦૪,૫૦૬ ( ૨ ) , ૧૧૪ , તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ , મુજબ
ઉપરોક્ત કામગીરી વડીયા પો.સ્ટે . ના પો.સબ.ઇન્સ . કે.કે.ઓડેદરા તથા ASI ભાવેશભાઇ , HC સતીષગીરી , PC અબાયુનુસભાઇ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.