કડી તાલુકાના અલદેસણ ગામ પાસે આવેલા વોટર પાર્કના લોકરમાંથી મોબાઈલ ચોરી કર્યા બાદ ફરાર થઇ ગયેલા તસ્કરને મહેસાણા LCBની ટીમે પાલાવાસણા પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે હાલમાં મોબાઈલ કબ્જે કરી આ કેસમાં વધુ તપાસ આદરી છે.

મહેસાણા LCBની ટીમે બાતમી આધારે પાલાવાસણા સર્કલ પાસે એક ઈસમ શંકાસ્પદ મોબાઈલ લઇ ઉભો હોવાની બાતમી મળતા એલસીબી ટીમના માણસો સ્થળ પર જઇને અમદાવાદના શાહપુર લોખંડ બજાર ફાયર બ્રિગેડ ઓફિસ પાસે ભાડાના મકાનમાં રહેતા 21 વર્ષીય પરમાર આકાશ ભાઈ રમેશ ભાઈ નામના આરોપીને ઝડપી લીધો હતો

ઝડપાયેલા આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત કરી કે, આજથી ત્રણ માસ અગાઉ કડી તાલુકાના અલદેસણ ગામ પાસે આવેલા ગણેશ ફન વર્લ્ડ વોટરપાર્ક ના લોકરમા પડેલ બેગમાંથી 5,000 કિંમતનો મોબાઈલ ચોરી કર્યો હતો.બાદમાં તે ફરાર થઇ ગયો હતો.હાલમાં પોલીસે આરોપીને ઝડપી મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.