જાફરાબાદ તાલુકાની મહિલાના ફોટાઓ મોર્ફ કરી બિભત્સ બનાવી અલગ અલગ ફેસબુક એકાઉન્ટ દ્વારા વાયરલ કરનાર આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડતી અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ.

 ગૌતમ પરમાર , પોલીસ મહાનિરિક્ષક ભાવનગર વિભાગ , ભાવનગર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ,

અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ, દ્વારા અમરેલી જીલ્લામાં સાયબર ક્રાઇમ સબંધીત ગુન્હાઓ અટકાવવા તથા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય ,

જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહીત પ્રવૃતિ કરતા ઇસમોને ઝડપી પાડવા જે.પી ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ,

સી.એસ.ફુગસીયા પોલીસ ઇન્સપેક્ટર તથા જે.એમ. કડછા પોલીસ સબ ઇન્સપેક્ટર સાયબર ક્રાઇમ પો.સ્ટે . અમરેલીની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ .

  જે અંતર્ગત સાયબર ક્રાઇમ પો.સ્ટે . અમરેલી ગુ.ર.નં -૧૧૧૯૩૦૬૩૨૨૦૦૦૭ / ૨૦૨૨ કલમ ૫૦૬ ( ૨ ) , ૫૦૪,૪૬૯ ..એક્ટ ૬.૬૬ ( C ) .૬૭ ( A ) મુજબનો ગુન્હો તા .૨૨ / ૧૨ / ૨૦૨૨ ના ક .૨૦ / ૧૫ વાગ્યે જાહેર થયેલ,

 સદરહુ ગુન્હાના કામના ફરીયાદી એ જાહેર કર્યા મુજબ,

આ કામે આરોપીએ ફરિયાદીના પિતાને તથા ફરીયાદીની બહેનને જાનથી મારી નાખવાની તથા સમાજમાં બદનામ કરવાની ધમકી આપી,

ફરિયાદી તથા તેમની બહેનોના અલગ અલગ ફેસબુક એકાઉન્ટ બનાવી, ઇન્ટરનેટનાં માધ્યમથી મોર્ફ કરેલ ફોટાઓ અલગ અલગ ફેસબુક એકાઉન્ટ દ્વારા વાયરલ કરી ,

   ફરિયાદી તથા તેમની બહેનોને બદનામ ફરવાના બદઇરાદે અને ફરિયાદીની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી , ફરિયાદી તથા તેમની બહેનોના નામની ખોટી ઓળખ ઉભી કરી ગુન્હો કરેલ હોય,જેની ફેસબુક પ્લેટફોર્મ પાસેથી ડેટા રેકોર્ડ મેળવી અને ટેકનીકલ IPDR એનાલીસીસ કરી આ ગુન્હાના કામના આરોપીને પકડી, આરોપી પાસેથી ગુન્હા કામે વપરાયેલ ર ( બે ) મોબાઈલ તથા અલગ અલગ કંપનીની ૩ ( ત્રણ ) હાર્ડડિસ્ક કબ્જે કરેલ છે .

પકડાયેલ આરોપી : -

 દિપકભાઇ મગનભાઇ રાણપરિયા ઉ.વ. ૩૧, ધંધો- ફ્રિઝ રિપેરીંગ,તથા ફોટોગ્રાફી, રહે . કાકીડીમોલી, તા.ઉના, જી.ગીરસોમનાથ, મો.નં. ૯૯૭૮૮૦૨૧૫૨,૮૭૯૯૦૭૨૪૧૦.

પાર્ટ - બી IPC આમ ફેસબુકના અલગ અલગ એકાઉન્ટ દ્વારા ફરીયાદીના બિભત્સ ફોટા વાયરલ કરનાર આરોપીને, ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં સી.એસ.કુગસીયા પોલીસ ઇન્સપેક્ટર , સાયબર ક્રાઇમ પો.સ્ટે . તથા જે.એમ.કડછા પો.સબ.ઇન્સ . સાયબર ક્રાઇમ પો.સ્ટે . અમરેલીની ટીમને સફળતા મળેલ.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.