રણુજાના રાજા અને ઉન્ડૂ-કાશ્મીરના અવતારી બાબા રામદેવપીરના ડીસા ખાતેના મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટયું હતું.દર અજવાળી બીજે શ્રદ્ધાળુઓ બાબા રામદેવપીરના મંદિરે બીજ ભરવા પગપાળા આવતા હોય છે.

જે લોકો સમયના અભાવે કે કોઈ કારણસર રણુજા જઈ શકતા નથી તેઓ "અઠે જ દ્વારકા" માનીને બાબાના દિવ્ય દર્શન કરે છે અને બાધા આખડી શ્રદ્ધા માનતા પરિપૂર્ણ કરે છે.

દર અજવાળી બીજની જેમ ચૈત્ર સુદ બીજે પણ શ્રદ્ધાળુઓ કળિયુગના હાજરાહજૂર સાક્ષાત પરચાધારી આરાધ્ય દેવના દર્શન કરી ધન્ય બન્યા હતા.