કાણીસા ગ્રામ પંચાયત ખાતે અર્થ રક્ષક ફાઉન્ડેશન પુણે દ્વારા સૂકા-ભીના કચરા માટે ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના વરદહસ્તે કાણીસા ગામની મહિલાઓને ડસ્ટબીન વિતરણ કરાઈ હતી.દરમિયાન જિલ્લા પંચાયત સભ્ય-અશોકભાઈ પટેલ, પૂર્વ સરપંચ-મનુભાઈ ચૌહાણ, પંચાયત સરપંચ પ્રતિનિધિ-ચંદ્રેશભાઈ સોલંકી, મનીષભાઈ રબારી સહિત ગામના અગ્રણીઓ, સભ્યો, મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

(સલમાન પઠાણ-ખંભાત)