અંબાજી છાપરી ચેકપોસ્ટ પર સુરક્ષા માં વધારો, 31 ડિસેમ્બરને ધ્યાને લઈ તમામ વાહનોનું બારીકાઈ થી ચેકિંગ..

( બ્યૂરો પોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા ) 

ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું યાત્રાધામ અંબાજી વિશ્વભર માં વિખ્યાત છે...

તો ગુજરાત માં પ્રવેશવા માટે રાજસ્થાન અને ગુજરાત ને લગતી છાપરી ચેકપોસ્ટ આવેલી છે..

ત્યાં અંબાજી ના પોલીસ કર્મીઓ કોઈપણ અસામાજિક ગતિવિધિઓ ને રોકવા માટે 24 કલાક તૈનાત છે..

ત્યારે આવનાર 31 ડિસેમ્બરને લઈ ગુજરાત અને રાજસ્થાન ને લગતી અંબાજી છાપરી ચેકપોસ્ટ પર સુરક્ષા માં વધારો કરવામાં આવ્યો છે..

તો છાપરી ચેકપોસ્ટ પર તૈનાત પોલીસ કર્મીઓ દ્વારા તમામ વાહનો નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે..

જેથી કોઈપણ સામાજિક ગતિવિધિઓ અને પ્રતિબંધિત વસ્તુઓ ની હેરાફેરી ન થઈ શકે..

છાપરી ચેકપોસ્ટ પર તૈનાત પોલીસ જવાનો દ્વારા તમામ પ્રકારના વાહનો નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે..

જેમાં નાનાં મોટાં વાહનો થી લઈ સાર્વજનિક વાહનો જેમાં એસટી બસ સહિતના વાહનો નું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે..

જેથી તમામ પ્રકારની અસામાજિક ગતિવિધિઓ અને પ્રતિબંધિત વસ્તુઓ ગુજરાત માં ન પ્રવેશી શકે..

આવનાર 31 ડિસેમ્બરને ધ્યાને લઇ અંબાજી છાપરી ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા હાથ ધરવામાં આવી છે..