ખંભાત શહેરમાં આવેલી બિટ્સ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે જી.સી.ઇ.આર.ટી પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ એસ.વી.એસ ખંભાત દ્વારા બાલ વૈજ્ઞાનિક પ્રદર્શનની ઉજવણી કરાઈ હતી.તેમજ રમકડા અને તકનીકી થીમ અંતર્ગત એસ.વી.એસ કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.જે દરમિયાન એસ.વી.એસમાં સમાવિષ્ટ હાઈસ્કૂલોના બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓને પ્રદર્શનમાં મૂકી રજુઆત કરી હતી.
ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓને નિહાળી હતી તેમજ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.એસ.વી.એસના આચાર્યો દ્વારા ધારાસભ્ય ચિરાગ પટેલનું શાલ ઓઢાળી પુષ્પાગુચ્છ અર્પી સન્માન કર્યું હતું.
(સલમાન પઠાણ-ખંભાત)