રાજનગર(અ)પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું ગણિત -વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. 

ભાભર તાલુકાનું ગણિત -વિજ્ઞાન -પર્યાવરણ પ્રદર્શન રાજનગર શાળા ખાતે યોજાયું. જેમાં ગામના દાતાઓ દ્વારા ભોજન,મંડપ,ચા -પાણી ઇનામ વિતરણ વગેરે દ્વારા પ્રસંગને રૂડો બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.કુલ 50 કૃતિઓ આવી હતી તેમાં બાળકોને એમની આગવી છટામાં રજુઆત કરી હતી.કુલ બે દિવસ આનું પ્રદર્શન ગોઠવાયું હતું.પ્રથમ દિવસે માન.પ્રાંત કલેકટર ડોડીયા સાહેબે રીબીન કાપી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલો મુક્યો હતો.ત્યારબાદ બીજા દિવસે બાળકોને ઇનામ વિતરણ કરાવી દરેક બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું.કાર્યક્રમનું સંચાલન crc co.નેસડા પી.એસ. ઠાકોર અને રાજનગર પ્રા.શાળા સ્ટાફે કર્યું.