ભાડલા ભૂપગઢ ગામની સગીરાને જસદણનો શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી ગયો.રાજકોટના ભૂપગઢ ગામની સગીરાને જસદણમાં રહેતો મામાનો પુત્ર નિલેશ ઉર્ફે અટલ લગ્નની લાલચે અપહરણ કરી ગયાની ફરિયાદ આજી ડેમ પોલીસ મથકે નોંધાઈ હતી. આ બનાવ અંગે ભૂપગઢ ગામના ફરીયાદી નરેશભાઈ નારણભાઈ રાઠોડ(ઉ. વ. 40) હું મજુરી કામ કરૂ છુ અને મારે સંતાનમાં ત્રણ પુત્રી તથા એક પુત્ર છે. ગત તા. 26 ના સાંજના ચારેક વાગ્યાની આસપાસ હું મારા કામ સબબ સરધાર ગામ ગયેલ બાદ સાંજના હું ઘરે આવેલ. તો મારી પત્નીએ મને વાત કરેલ કે આપણી દીકરી સાંજે 4 વાગ્યાના અરસામાં બહાર ગયેલ બાદ ઘરે આવેલ નથી. બાદમાં આજુબાજુમાં તપાસ કરતાં ક્યાંય જોવા મળેલ ન હતી. બાદમાં જસદણના સાણથલી ગામે રહેતા મારા સાળા પ્રવીણભાઈના પુત્ર નીલેષ ઉર્ફ અટલની મારી પુત્રી સાથે સગાઈની વાત કરેલ હતી. જે બાદ અમે તે સબંધની ના પાડી હતી. જેથી તેમની ઘરે તપાસ કરતા નિલેશ પણ ઘરેથી ચાલ્યો ગયાનું જાણવા મળતા તે અમારી પુત્રીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો