કડી તાલુકાના નંદાસણ મુકામે ડાંગરવા રોડ ઉપર ત્રણ ઇસમો સેન્ટ્રો ગાડી લઈને ધોકા અને લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા અને જમીન બાબતે માથાકૂટ કરી હતી. જ્યાં એક ઈસમને ઇજાઓ પહોંચી હતી. જેને નંદાસણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નંદાસણ પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી.
કડી તાલુકાના નંદાસણ મુકામે રહેતા ઇરફાન સૈયદ કે જેઓ ડ્રાઇવિંગની નોકરી કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જેઓ પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતા તે દરમિયાન નંદાસણના ઈરફાન સૈયદ, ઇમરાન સૈયદ, અક્રમ સૈયદ નામના ત્રણ ઈસમો આવી પહોંચ્યા હતા. સેન્ટ્રો ગાડી લઈને અને ઇરફાનને કહેવા લાગ્યા કે, અમારી નાની યાતુલબીબીની જમીન આવેલી છે અને તે જમીન ઉપર અમારો હક છે.
નંદાસણ મુકામે ઇરફાન પોતાના ઘરે હાજર તો જ્યાં ત્રણ ઈસમો સેન્ટ્રો ગાડી લઈને આવ્યા હતા અને હાથમાં ધોકો લઈને ઉતર્યા હતા. જમીન બાબતની ચર્ચા કરતા હતા જે દરમિયાન ઇરફાને કહ્યું કે, જો તમારી જમીન હોય તો માપીને તમે લોકો લઈ લો તેવું કહેતા જ આવેલા ત્રણ ઈસમો ઉશ્કેરાઈ જઈને અપશબ્દો બોલવા લાગ્યા હતા અને ધોકા અને લાકડીઓ વડે ઈસમ ઉપર તૂટી પડ્યા હતા. ત્યારે ઈસમને ઇજાઓ પહોંચતા બુમાબૂમ કરવા લાગ્યા હતા. જ્યાં આજુબાજુ રહેતા લોકો આવી પહોંચ્યા હતા અને માર મારવાથી બચાવવામાં આવ્યો હતો અને ત્યારે તકનો લાભ લઈ ત્રણેય ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત ઇરફાનને નંદાસણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં નંદાસણ પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
ત્યારે બીજી તરફ નંદાસણ ગામે રહેતા ઇમરાન સૈયદ કે જેઓ ખેત મજૂરી કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને તેઓ અને તેમના ભાઈઓ તેમના નાનીની નંદાસણ ગામની સીમમાં જમીન જોવા માટે ગયા હતા. જ્યાં બાજુમાં રહેતા ફારૂકભાઈ સૈયદ તેમજ ઈમરાન ભાઈ સૈયદ તેમજ અન્ય બે શખ્સો આવી પહોંચ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, આ જમીન ઉપર તમે કેમ આવ્યા છો આ જમીન ઉપર તમારો કોઈ હક નથી. જેવું કહીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. જ્યાં તેઓને શાંત રહેવાનું કહેતા ઉશ્કેરાઈ જઈને ચારેય લોકો લાકડી તેમજ ધોકા વડે મારવા લાગ્યા હતા. જ્યાં બૂમાબૂમ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઇમરાન સૈયદએ નંદાસણ પોલીસ સ્ટેશનમાં પહોંચીને સમગ્ર હકીકત જણાવતા પોલીસે ચાર ઈસમો વિરોધ ફરિયાદ નોંઘીને કાર્યવાહી કરી હતી