ડીસામાં ઓવરબ્રિજ નીચે પાર્કિંગ જગ્યા ખુલ્લી અને સર્વિસ રોડ પહોળો થશે
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસામાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રૂપિયા 200 કરોડના ખર્ચે એલિવેટેડ ઓવરબ્રિજ બનાવ્યા બાદ પણ પાર્કિંગની તેમજ ગાયત્રી મંદિર જંકશન પાસે ટ્રાફિકની સમસ્યા યથાવત રહી હતી. જોકે ડીસાના એક્ટિવ ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આ સમસ્યાનો કાયમી હલ લાવવા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર અને ટ્રાફિક પોલીસને સાથે રાખી બે દિવસ અગાઉ જ સ્થળ મુલાકાત કરી ઝડપથી કામ કરવા સૂચનાઓ આપી હતી. જેનો આજથી અમલ શરૂ થઈ ગયો છે. ઓવરબ્રિજના બંને છેડે નીચેના ભાગેની જગ્યાઓ પાર્કિંગ માટે જગ્યાઓ ખુલ્લી કરાશે તેમજ સર્વિસ રોડ પહોળા કરાશે અને જ્યાં જરૂર જણાશે ત્યાં સેફટી માટે લગાવેલી જાળીઓ પણ ખુલ્લી કરાશે અને આ સમસ્યાનો કાયમી અંત આવશે.