ગુજરાત સરકારના ક્લીન ઇન્ડિયા સ્વપ્નને સાકાર કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કચરાના એકત્રીકરણ અને પરિવહન માટે ઇ રીક્ષાનું લોકાર્પણ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદસિંહ સિંધાના હસ્તે અને કારોબારી સદસ્ય શ્રીમતી કરુણાબાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું .
લોકાર્પણ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, નાયબ તાલુકા વિકાસ અધિકારી મહિપાલસિંહ વાઘેલા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા પ્રકાશભાઈ આચાર્ય, તાલુકા પંચાયત સભ્ય વિઠ્ઠલસિંહ વાઘેલા, જિલ્લા યુવા મંત્રી નિલેશભાઈ પટેલ, તલાટી મંત્રી ઉપેન્દ્રસિંહ ઝાલા, સરપંચ પ્રતિનિધિ સુનિલભાઈ પટેલ સહિતના તલાટી મંત્રીઓ અને સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(સલમાન પઠાણ ખંભાત)