લુણાવાડા તાલુકાના નાની ઝાંઝરી ગામમાં વાસમો યોજના દ્વારા પાણીના ટોકાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે ટોકાની કામગીરીમાં નક્કી કરેલું લોખંડ તથા સિમેન્ટ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવી રહ્યું છે જેને લઇ ટાંકો વહેલામાં વહેલી તકે તૂટી જાય તેવી આશંકા લઈને લોકોમાં આવી નબળી કામગીરી પ્રત્યે ભારે રોસ ભભૂકી ઊઠેલો જોવા મળે છે
હાલ જે કામગીરી કામગીરી થઈ રહી છે તે પ્લાન એસ્ટીમેન્ટ મુજબ થાય છે કે નહીં તેની તપાસ માટેની માંગ ઉઠી છે ત્યારે સરકાર તથા વવાસ્મો ના અધિકારી વપરાયેલ મટીરીયલની ગુણવત્તાની કામગીરીની પ્લાન એસ્ટીમેન્ટ મુજબ થાય છે કે નહીં તેવી ગ્રામજનો માં માંગ જોવા મળી છે તથા હાલ જે કામગીરી ચાલુ કરવામાં આવેલ છે તેના કોન્ટ્રાક્ટર પણ અત્યાર સુધી માં ફક્ત બે વાર જ આવ્યા છે અને કામમાં પાણીનું છંટકાવ પણ કરવાનો થાય પરંતુ પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી તેના કારણે ટાંકા માં સાંધા પણ જૉવા મળ્યા છે તેવું ગામ લોકો મ ચર્ચાઈ રહ્યું છે