મહેસાણા જિલ્લામાં ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે મહેસાણા શહેરમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં રાધનપુર રોડ પર આવેલા ICICI બેન્ક પાસે પાર્ક કરેલી બાઇકની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો.જે મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

​​​​​​​મૂળ લાખવડ રહેતા રાઓલ દિલીપસિંહ મહેસાણા શહેરમાં રાધનપુર રોડ પર આવેલા ચોલા ફાયનાન્સમાં ડ્રાઇવિંગની નોકરી કરે છે. જેઓ પોતાના ઘરેથી બાઇક લઇ નોકરી પર આવ્યા હતાને ICICI બેન્ક નજીક બાઇક પાર્ક કરી ચોલા ફાયનાન્સ કંપનીની ગાડી લઇ બેચરાજી ગયા હતા. બાદમાં બેચરાજીથી મહેસાણા પરત આવ્યા હતાને નોકરી પુરી કર્યા બાદ જ્યા બાઇક પાર્ક કરી હતી. ત્યાં લેવા જતા બાઇક નજરે ન પડતા આસપાસ તપાસ આદરી હતી. જો કે બાઇક ક્યાંક ન મળતા મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.