હાલોલ નગરના શ્રીજી રેસીડેન્સી ખાતે એ 57માં મહેશભાઈ ગોહિલના ભાડાના મકાનમાં રહેતા 52 વર્ષીય આધેડ અસ્થિર મગજના અને એક પગે વિકલાંગ એવા મનુભાઈ વેલજીભાઈ બારોટ ગત તારીખ 25/11/2022ના રોજથી પોતાના ઘરેથી કોઈને પણ કશું જાણ કર્યા વિના ક્યાંક ચાલ્યા ગયા છે જેમાં મનુભાઈ ઘરેથી ગુમ થવા પામતા પરિવારજનોએ ચારે તરફ સગા સંબંધીઓ સહિત નજીકના ઓળખીતાઓ તેમજ લાગતા વળગતા લોકોમાં મનુભાઈની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેઓનો કોઈ પત્તો ન લાગતા આખરે આ બાબતે હાલોલ ટાઉન પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરાવતા પોલીસે પણ તપાસ હાથ ધરી છે પરંતુ મનુભાઈને ગુમ થવાને એક માસ જેટલો સમય થયો હોવા છતાં મનુભાઈનો કોઈપણ જાતનો પત્તો ન લાગતા પરિવારજનોએ જાહેર જનતાને દર્દ ભરી અપીલ કરી મનુભાઈને શોધવા માટે મદદ કરવા માટેની વિનંતી કરી છે જેમાં આ ખબરમાં લાગેલા ફોટા વાળા મનુભાઈ વેલજીભાઈ બારોટ, રહે.A 57 શ્રીજી રેસીડેન્સી હાલોલ, તાલુકો. હાલોલ, જીલ્લો પંચમહાલ, ગુજરાતનાઓ આપને કોઈ પણ જગ્યાએ જોવા મળે તો તાત્કાલિક તેઓના પરિવારજનોના નીચે આપેલા નંબર ઉપર તાત્કાલિક સંપર્ક કરવા માટેની જાણ કરવામાં આવી છે
કૌશિક બારોટ. 73597 32697.
જીજ્ઞેશ બારોટ. 81407 82466.
મેહુલ બારોટ. 91579 12325.
તેમજ આ ખબરને વધુમાં વધુ લોકો સુધી શેર કરી દરેકના મોબાઈલમાં પહોંચાડી એક દુઃખી પરિવારને મદદ કરી તેઓના ઘરના મોભીને શોધી તેઓના ઘરે પરત ફરે તેવી માનવતાભરી કોશિષ કરી તેઓની મદદ કરવા દર્દ ભરી અપીલ સાથે વિનંતી છે.