એ.આઇ.સી.આર.પી. ઓન પામ્સ યોજનાના રજત વર્ષની અને વિશ્વ નાળીયેરી દિવસની ઉજવણી નિમિતે કેવીકે ગીર સોમનાથ ખાતે કેવીકે અને નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારીના સંયુક્ત ઉપક્રમે "નાળીયેરીની ખેતિ અને મુલ્યવર્ધન” વિષય પર એકદિવસીય તાલીમ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું. નાળીયેરી એ દરીયાકાંઠાના ગરમ અને ભેજવાળા હવામાન તેમજ વધારે વરસાદવાળા વિસ્તારનો અગત્યનો પાક હોઇ ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ નાળીયેરીનુ વાવેતર કરવામાં આવે છે. શાસ્ત્રોમાં પુરાણકાળથી નાળીયેરિના વૃક્ષોનો ઉલ્લેખ જોવા મળે છે. માણસના જન્મથી માંડી લગ્ન અને મરણ સુધી સાથે રહેતા નાળીયેરને"શ્રીફળ" તરીકે ઉપયોગમાં લઇએ છીએ. આ વૃક્ષના તમામે તમામ ભાગોનો એક યા બીજી રીતે ઉપયોગ થતો હોય તેને કલ્પવૃક્ષ અથવા સ્વર્ગનુ વૃક્ષ પણ કહેવાય છે. ઉપરાંત ૨૦૦૯થી વિશ્વ નાળીયેરી દિવસની ઉજવણી શા માટે કરવામાંઆવે છે તેના વિશે શ્રી રણજીતસિંહ બારડ-વિષય નિષ્ણાંત (બાગાયત),કેવીકેએ ખેડુતમિત્રોને માહિતગાર કર્યા હતા. ડો. પંકજ ભાલેરાવ મદદનીશ પ્રાધ્યાપક,નયુ,નવસારીએ નાળીયેરીની વૈજ્ઞાનિક ખેતિ પધ્ધતિ, તેની વિવિધ જાતો, સંકલીત રોગ જિવાત વ્યવસ્થાપન વિશે ખુબ જ ઉંડાણપુર્વક માહિતી આપી હતી. ડો. જિલેન મયાણી, મદદનીશ પ્રાધ્યાપક પીએએચેમ,નક્યુ નવસારીએ નાળીયેરીમાં મુલ્યવર્ધન તથા તેના બજાર વ્યવસ્થાપન વિષય પર પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન પૂજાબેન નકુમ-વિષય નિષ્ણાંત (કૃષિ વિસ્તરણ)એ કર્યુ હતુ અને આપણા વિસ્તારનાં ખેડુતો માટે રહેલી આ ક્ષેત્રે રહેલી તકો વીશે વાત કરી હતી તદુપરાંત કાર્યક્રમના અંતે ઉપસ્થીત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કુલ 76 જેટલા ખેડુતો હાજર રહ્યા હતા. કેવીકે દ્વારા કાર્યરત લોકવાણી રેડિયોના કનકભાઇ-આરજે દ્વારા ડો. પંકજ ભાલેરાવ અને ડો. જીલેન મયાણીનુ નાળીયેરીની ખેતી અને મુલ્યવર્ધન વિષય પર ઈન્ટરવ્યુ રેકોર્ડ કરવામા આવ્યુ હતુ જેથી કરીને લોકો ઘર બેઠા આ માહીતી મેળવી શકે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી રણજીતસિંહ બારડે ભારે જહેમત ઉઠાવી હતી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं