ગીર સોમનાથ જિલ્લામાં પ્રધાન મંત્રી કિશાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ.૬૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિસ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત આધાર ઈ-કે.વાય.સી. પૂર્ણ કરવાનું રહશે. જે ખેડૂતોને ઈ-કે.વાય.સી. નહી કરાવ્યું હોય તેમને હવે પછીથી સહાયના હપ્તા સરકાર તરફથી બેંક ખાતામાં જમા કરવામાં આવશે નહી.
જિલ્લામાં ૩૬,૭૭૪ ખેડૂતોને ઇ-કે.વાય.સી. કરવાનું બાકી છે,આથી તેઓને આગામી ૧૩ મો હપ્તો નહિ મળી શકે. જે ખેડૂતોને ઈ-કે.વાય.સી. કરવાનું બાકી હોઈ તેઓએ તાત્કાલિક ધોરણે તા.૩૧/૧૨/૨૦૨૨ પહેલા પોતાના ગામના વિ.સી.ઇ. /નજીકના સી.એસ.સી. સેન્ટર ખાતે જઈને ફિંગર પ્રિન્ટ દ્વારા ઇ-કે.વાય.સી. કરાવી શકશે.તે માટે રૂ.૧૫ ની ફી લાભાર્થીએ ચુકવવાની રહશે. આ ઉપરાંત લાભાર્થી પોતે પી.એમ.કિસાન વેબસાઈટ પર જઈને મોબાઈલ ફોન દ્વારા ઓ.ટી.પી. બેઇઝ્ડ ઈ-કે.વાય.સી. પણ કરી શકશે. લાભાર્થી આધાર સીડેડ અને ઈ-કે.વાય.સી. કરાવેલ બેંક ખાતામાં જ સરકાર દ્વારા સહાય જમા કરવામાં આવશે અને અજાણ્યા વ્યક્તિ દ્વારા પી.એમ.કિસાન યોજનાનું નામ લઇને ફોન પર ઓ.ટી.પી. માંગવામાં આવે તો ઓ.ટી.પી. આપવો નહિ. આ અંગે વધુ માહિતી મેળવવા માટે આપના ગામના ગ્રામસેવક/નજીકની ખેતીવાડી શાખા/તાલુકા પંચાયતનો સંપર્ક સાધવા તેમજ ગીર-સોમનાથના તમામ ખેડૂત મીત્રોએ પ્રધાન મંત્રી કિશાન સન્માન નિધિ યોજના અન્વયે ૧૩મા હપ્તતાનો લાભ મેળવવા તા.૩૧ ડિસેમ્બર પહેલા ઇ-કેવાયસી કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયુ છે.