ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વણશોધાયેલ ઘરફોડ ચોરીઓ કરનાર રીઢા આરોપીઓને પકડી વણશોધાયેલ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલતી ડીસા રૂરલ પોલીસ.

શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ,ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રીતથા બનાસકાંઠા-પાલનપુરના પોલીસ અધીક્ષકશ્રી અક્ષય રાજ સાહેબ નાઓએ વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ સત્વરે શોધી કાઢવા તેમજ મિલ્કત સબધી ગુનાઓ અટકાવવા માટે સુચના કરેલ હોય.

જે અન્વયે નાયબ પોલીસ અધીક્ષકશ્રી કુશલ ઓઝા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.ટી. ગોહિલ સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ 

ડીસા રુરલ ઘરફોડ ચોરના ગુના દાખલ થયેલ હતા જે નીચે મુજબ છે. 

(૧) ડીસા રુરલ પોલીસ સ્ટેશન ગુ.ર. ન. ૯૩૪ /૨૨ ઈ.પી.કો કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ ના કામે ગઈ તા.૦૯-૧૦/૧૨/૨૦૨૨ ના રોજ રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ડીસા તાલુકાના આખોલ ગામ ચાર રસ્તા ખાતે આવેલ શાલીગ્રામ એમ્પાયરમાં આવેલ શીવમણી એગ્રોમોલ, અંબિકા બિલ્ડીંગમટીરીયલ્સ, ઉમિયા ટાયર, શ્રી કૂળદેવી સ્ટીલ ફર્નીચર, અમૂલ પાર્લર, તથા મહાકાળી એગ્રો નામની દુકાનોના શટર ઉંચા કરી તેમાંથી રોકડા રૂપિયા તથા સરસામાન ની કુલ્લે રૂપીયા ૨૨૨૭૦/- ની ચોરી થયેલ હતી. 

(૨) ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ગુ.ર.ન. ૯૪૬ / ઈ.પી.કો કલમ ૪૫૭, ૩૮૦ ,૧૧૪ ના કામે ગઈ તા ૧૨/૧૨/૨૦૨૨ ના રોજ રાત્રીના સમયે કોઈ ચોર ઈસમોએ આખોલ ચાર રસ્તા ઉપર આવેલ ધ્વની કોમ્પલેક્ષમાં હનુમાન ઇલેક્ટ્રીક્સ, ચામુંડા ઇલેક્ટ્રીક્સ અને હનુમાન સબમર્શીબલ રીપેરીંગ નામની દુકાનોમાંથી શટર તોડી દુકાનો માથી કોપરના વાયરો તેમજ રોકડ રૂપીયા એમ કુલ રૂપીયા . ૬૫૦૦૦/-ની મત્તા ની ચોરી કરેલ હતી..

સદરી ઉપરોકત બન્ને ગુનાઓ વણશોધાયેલ હોય અને બન્ને ગુનાઓ નજીકના સમયમા બનેલ અને બીજા પણ આવા ગુનાઓ બનવાની શક્યતાઓ હોય પોલીસ ઈન્સપેકટર શ્રી એસ.એમ.પટણી નાઓની રાહબરીમા બે અલગ અલગ પોલીસની ટીમો બનાવી એક સ્ટ્રેટેજીક પોઈંન્ટો અને જગ્યાઓ નક્કી કરી નાઈટ બંદોબસ્ત ગોઠવવામા આવેલ તેમજ ઘરફોડ ચોરીની એકજ પ્રકારની એમ.ઓ અને સમય પણ સરખો હોય , અને બનાવ પણ નજીક નજીક બનેલ હોય તે દીશામા તપાસ કરવા સારૂ રૂટ ઉપરના તેમજ બનાવવાળી જગ્યાએથી ફુટેજો મેળવવામા આવેલ. તેમજ બનાવવાળી જગ્યાએથી તેમજ રૂટ ઉપરથી સેલ આઈ.ડી મેળવવામા આવેલ. અને ટેકનીકલ સર્વેલન્સથી શકમંદ ઈસમો તેમજ અગાઉ આવા ગુનાઓમા પકડાયેલ આરોપીઓના મોબાઈલ નબરો મેળવી ટેકનીકલી રીતે ઝીણવટભરી અને ઉંડાણપુર્વક તપાસ કરી કરાવેલ..

અગાઉ ડીસા વિસ્તારમા ચોરીઓના ગુનામા પકડાયેલ ઈસમ મળી આવતા તેની સઘન પુછપરછ કરી કરાવતા આ વણશોધાયેલ ઘરફોડ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલવામા સફળતા મળેલ છે.આ ગુનામા પકડાયેલ આરોપીઓ ઘણા ચોરીઓના ગુનામા સડોવયેલા છે. આ ગુનામા કુલ ચાર આરોપીઓ અને ચોરીમા ગયેલ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરી બીજા આરોપીઓ પકડી જરૂરી કાર્યવહી કરવા સારૂ નોધ રાખવામા આવેલ છે. 

આમ વણશોધાયેલ બન્ને ઘરફોડ ચોરીઓના ગુનાઓ ડીસા રૂરલ પોલીસ દ્વારા શોધી કાઢી પ્રંશસનીયા કામગીરી કરેલ છે.  

ગઇ કાલ તા.૨૦/૧૨/૨૦૨૨ ના રોજ મિલ્કત સંબંધી ગુન્હો આચરવાના ઇરાદાપૂર્વક ફરતો એક ઇસમ પકડાતા તેની સઘન પુછપરછ કરતા તેણે પોતે સહઆરોપીઓ સાથે મળી ઉપરોક્ત થયેલ તમામ દુકાનોની ચોરીઓનો ભેદ ઉકેલતો હોય મજકુર આરોપીને ગુન્હા કામે અટક કરી તેની સાથેના સહઆરોપીઓ પૈકીના ત્રણ ઇસમોની શોધ કરતા મળી આવેલ હોય જે તમામ ઉપરોક્ત આરોપીએ જણાવેલ હકિકતને સમર્થન આપી ગુન્હાની કબૂલાત આપતા તેઓને સાથે રાખી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સબબ તપાસ કરતા આરોપીઓએ સાથે ચાલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા રોકડા રૂપિયા નીચેની વિગતેના રજુ કરતા કબ્જે લઇ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ બે વણશોધાયેલ ગુન્હાઓમાં કુલ –૦૯ દુકાનોમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢેલ છે. જે કામે મુદ્દામાલ રીકવર કરી વધુ તપાસ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે.

પકડાયેલ આરોપીઓ :-

(૧) ભરતભાઇ ઉર્ફે ભડો માધાભાઇ જાતે લુહાર ઉ વ –૨૦ ધંધો મજુરી રહે. ધરતી સોસાયટી પાલનપુર હાઇવે રોડની ઇન્ડીયન પેટ્રોલપંપ પાછળના ભાગે ડીસા તા. ડીસા મુળ રહે. ખૈડોલ તા.વાવ.

(૨) વિપુલભાઇ માધાભાઈ જાતે- લુહાર ઉ.વ ૩૦ ધંધો- મજુરી રહે. ધરતી સોસાયટી પાલનપુર હાઇવે રોડ ઇન્ડીયન પેટ્રોલપંપ પાછળના ભાગે ડીસા તા.ડીસા મુળ રહે. ખડોલ તા.વાવ.

(૩)પંકજભાઇ સ/ઓ અર્જૂનભાઇ મેઘાજી જાતે- રાણા(માજીરાણા) ઉ.વ ૧૯ ધંધો- મજુરી મુળ રહે.ઉદવારીયા તા.રેવદર જી.શિરોહી રાજસ્થાન હાલે રહે.ડીસા નવા બસ સ્ટેશન ડીસા. 

(૪) પ્રકાશભાઇ સ/ઓ ગોવિંદભાઇ ધરમાભાઇ જાતે-વાલ્મીકી ઉ.વ.૧૯ ધંધો-મજુરી મુળ રહે.હાલ- હવાઇ પીલ્લર મેદાન ઝુપડપટ્ટી ડીસા તા.ડીસા મુળ રહે.ગોઢ તા.દાંતીવાડા જી.બનાસકાંઠા.

પકડવાના બાકી આરોપીઓ :-

(૧) રવીભાઇ અશોકભાઇ મોચી રહે.સિંધી કોલોની,ડીસા,તા.ડીસા.

(ર) સચિન સદાભાઇ વાદી રહે.ડીસા ડાયમંડ સોસા.છાપરામાં તા.ડીસા.

કબ્જે કરેલ મુદ્દામાલ :- (કુલ મુદ્દામાલ :- ૪૮,૭૩૦/-)

(૧) કેબલ વાયર બાળીને કાઢેલ તાંબાના વાયર કિ.ગ્રા. ૬૧/૮૦૦, કિં.રૂા. ૩૭,૦૮૦/- 

(ર) રોકડા રૂપિયા ૧૧૬૫૦/-. 

ઉપરોક્ત કામગીરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ એમ પટણી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી બી.જે.ભટ્ટ સાહેબ તથા પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર શંકરલાલ, વિજયસિંહ સોમસિંહતથાપો.કોન્સ. અશોકભાઇ જગમાલભાઇ, રમેશભાઇ કરશનભાઇ, મધુસુદનસિંહ અનોપસિંહ, ભૂપતભાઇ હંજારીભાઇ તથા નરેશભાઇ દેવજીભાઇ વિગેરેનાઓ વિગેરે તમામે સાથે મળી ત્વરીત કાર્યવાહી અવિરતપણે કરી દિલધડક ઓપરેશન કરી વણશોધાયેલ ઘરફોડ ચોરીના બે ગુન્હાઓનો ભેદ ઉકેલી સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ :-

(૧) ભરતભાઇ ઉર્ફે ભડો માધાભાઇ જાતે લુહાર ઉ વ –૨૦ ધંધો મજુરી રહે. ધરતી સોસાયટી પાલનપુર હાઇવે રોડની ઇન્ડીયન પેટ્રોલપંપ પાછળના ભાગે ડીસા તા. ડીસા મુળ રહે. ખૈડોલ તા.વાવ.

ડીસા ઉત્તર પો.સ્ટ ફસ્ટ ૩૫/૧૮ ઇ.પી.કો.ક. ૪૫૭,૩૮૦ મુજબ.

પાલનપુર પુર્વ પો.સ્ટે.ફ.સ્ટ ગુ.ર.નં.૦૩/૨૦૧૯ ઇ.પી.કો.ક.૪૫૭,૩૮૦,૫૧૧.

(૨) વિપુલભાઇ માધાભાઈ જાતે- લુહાર ઉ.વ ૩૦ ધંધો- મજુરી રહે. ધરતી સોસાયટી પાલનપુર હાઇવે રોડ ઇન્ડીયન પેટ્રોલપંપ પાછળના ભાગે ડીસા તા.ડીસા મુળ રહે. ખડોલ તા.વાવ.

ધાનેરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ૭૨/૨૦૧૫, ઇ.પી.કો .કલમ- ૩૮૦,૪૫૪.

ધાનેરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ૨૮/૨૦૧૮, ઇ.પી.કો. કલમ- ૩૮૦, ૪૫૭.

ભીલડી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ૨૩/૨૦૨૦, ઇ.પી.કો. કલમ- ૩૭૯.

ગઢ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ૪૭/૨૦૧૮, ઇ.પી.કો. કલમ- ૩૭૯,૧૧૪.

પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ૨૯/૨૦૨૦, ઇ.પી.કો. કલમ- ૩૮૦,૪૫૭.

ગઢ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ૪૪/૨૦૧૮, ઇ.પી.કો. કલમ- ૩૭૯.

ડીસા ઉત્તર પો.સ્ટ ફસ્ટ ૩૫/૧૮ ઇ.પી.કો.ક. ૪૫૭,૩૮૦ મુજબ.