દિયોદર તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન દિયોદર શાળા નંબર :- ૨ ખાતે યોજાયુ હતું. તારીખ:૨૧/૧૨/૨૦૨૨ અને ૨૨/૧૨/૨૦૨૨ બે દિવસ આ પ્રદશન યોજાયું હતું.પ્રથમ દિવસે રજીસ્ટ્રેશન માટે રાખવામાં આવ્યો હતો. બીજા દિવસે નિદર્શન રાખવામાં આવ્યું હતું.દિયોદર તાલુકાના ૧૪ ક્લસ્ટર માંથી પાંચ વિભાગમાંથી દરેક સેન્ટર માંથી કૃતિ આવી હતી.જેમાં ૭૦ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.આ મેળાની મેઈન થીમ ટેકનોલોજી અને રમકડાં થીમ હતી.જે અંતર્ગત કૃતિઓ આવી હતી ..જે તે સેન્ટરમાં પાંચ વિભાગ માં પ્રથમ નંબરે આવનાર કૃતિઓ તાલુકા કક્ષાએ આવી હતી.જેમાં જિલ્લામાં પાંચ વિભાગમાં પ્રથમ નંબર પર આવનાર કૃતિ જશે.દિયોદર એમ.એલ.એ કેશાજી ચૌહાણ ની અધ્યક્ષ સ્થાને તેમજ દિયોદર એસ.ડી.એમ વી.એન સરવૈયા ના હસ્તે આ કાર્યકમ ને રીબીન કાપી ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.બીજા દિવસે સવારે કૃતિઓ વિભાગ વાઇઝ ગોઠવવામાં આવી હતી તેમનું નિરીક્ષણ કરવા માટે નિર્ણાયક દરેક વિભાગ મુજબ ૨ હતા એમ કુલ ૧૦ નિર્ણાયક મિત્રો હતા.બી.આર.સી વિજયભાઈ પ્રજાપતિ માઇક્રો પ્લાનિંગ મુજબ તમામ સી.આર.સી મિત્રો ના સાથ સહકારથી બાળકો ને બે દિવસ નાસ્તો અને બીજા દિવસે જમવા સાથે નું સરસ આયોજન કરવામાં આવ્યું હતું.દિયોદર ૨ ના સી.આર.સી કરશનભાઈ પઢાર તેમજ યજમાન શાળા ના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ ના માર્ગદર્શન અને સંપૂર્ણ સહકારથી બાળકો માટે બધી જ સવલતો પૂરી પાડવામાં આવી હતી. માર્ગદર્શક શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકો માટે બોલ,પેન અને પેડ તેમજ ચોપડા ના દાતા એવા મનીષભાઈ ઠકકર તેમજ કૈલાશભાઈ બાપજી જલારામ સ્ટોર્સ અને સ્વ.ભગવતી બેન ગજજર ના સ્મરણાર્થે બાળકો ને પ્રોત્સાહન રૂપે ભેટ અર્પણ કરવામાં આવી હતી.બાળકો અને શિક્ષક તેમજ તમામ આચાર્યશ્રી અને ભાગ લેનાર બાળકોમાં નાના બાળ વૈજ્ઞાનિકો માં વિક્રમ સારા ભાઈ અને એ.પી.જે અબ્દુલ કલામ જેવી જીજ્ઞાસા અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

બાળકો અને માર્ગદર્શક શિક્ષકો ને પેન,પેડ અને ચોપડા તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતો.કાર્યકમ નું સંચાલન દાનાભાઈ કર્યું હતું.બાળકો ને તમામ પધારેલા આમંત્રિત મહેમાનો એ શાબ્દિક માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે યજમાન શાળા ના આચાર્યશ્રી ભદ્રસિહ રાઠોડ તેમનો સમગ્ર સ્ટાફ,કરશનભાઈ પઢાર ,બી.આર.સી વિજયભાઈ પ્રજાપતિ તેમજસી.આર.સી.વિરેન્દ્રસિંહ ઝાલા ,મોહિલભાઈ પટેલ,ચંપકભાઈ દરજી,શાંતિલાલ,પ્રતિકભાઈ,દેવજીભાઈ,અર્જુનભાઈ,અરજણભાઈ,બાબુભાઈ,પિયુષભાઈ,દિનેશભાઈ,કલ્પેશભાઈ,કનુભાઈ,તમામ સી.આર.સી તેમજ એમ.આઈ.એસ.પિયુષભાઈ , પ્રહલાજી,દયારામભાઈ સહિત સૌએ ભારે જહેમત ઉઠાવી પ્રદશન ને સફળ બનાવ્યું હતું...