શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા- ધ્વજવંદન કાર્યક્રમ.
સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે સ્વતંત્રતા પર્વની ઉજવણી આન બાન અને શાન સાથે ઉજવાઈ..
ધનાલ કંપા નિવાસી અને દાતા એવા રસિકભાઈ કાનજીભાઈ ધોળુંના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.
તેમને જણાવ્યું કે મહામૂલી આઝાદી આપણને જે મળી છે તે અનેકવિધ ક્રાંતિવીરોના બલિદાન એળે ન જાય તે રીતે આપણે લોકશાહીનું જતન કરવાનું છે.આપણે તન મન અને ધનથી દેશની સેવા કરીશું એવો નારો આપ્યો. અર્પણ તર્પણ અને સમર્પણ ની ભાવનાથી દેશહિતની રક્ષા કરીશું.
આ પ્રસંગે મંત્રી જેઠાભાઈ કે પટેલ, આચાર્ય સુરેશકુમાર એસ પટેલે બાળકોને આશીર્વાદ પાઠવેલ. આજના દિવસે જુદા જુદા દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા.