મહુધા તાલુકાના ખુટંજ ગામે આવેલ આંબલાપુરા પરા વિસ્તાર છેલ્લા કેટલાય સમયથી વિકાસ થી વંચીત રહેલ છે.પાણી. રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી.  ખેતરમાં મકાન બનાવી પરિવાર સાથે વસવાટ કરતા ૪૦  ઉપરાંત પરિવાર ચોમાસા માં કાદવ કીચડ થયેલા કાચા રસ્તા પર અવરજવર કરે છે. તથા  ખેતી સાથે પશુપાલન નો વ્યવસાય કરતા હોય સાંજ સવાર  દુધ તેમજ શાકભાજી જેવી જીવન જરૂરી સામગ્રી પણ ખુટંજ ગામે થી લાવવવી પડતી હોય છે. 

 સરકાર ડામર રોડ પાસ થયેલ હોય નળી  માં  દબાણ કરી બેઠેલ દબાણ કરતા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી રોડ નુ કામ અટકાવવા માં  આવી રહ્યુ છે. ત્યારે આંબલાપુરા ના રહીશો નડીઆદ ખાતે આવેલ માર્ગ અને મકાન વિભાગ ના જવાબદાર અધિકારી ઓ ને લેખિત રજુઆત કરવા માં આવે છે .

આંબલાપુરા વિસ્તારમાંથી અભ્યાસ માટે પ્રાથમિક શાળામાં ૪૦ થી વઘારે બાળકો ચોમાસા માં  કાદવ કીચડ માં  થઇને  શાળા એ આવતાં હોય છે. જે અંગે અહીના લોકો ની માંગણી છે કે ગમે તેમ કરીને પણ આંબલાપુરા  વિસ્તારમાં પાકો રસ્તો બને તે ઈચ્છનીય છે