તિલકવાડા તાલુકા હેલ્થ ઓફીસ ખાતે ટીબી મુક્ત તાલુકા બનાવવા ના ઉદ્દેશ્ય સાથે નિક્ષય પોષણ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

રીપોર્ટર વસિમ મેમણ

હાલમાં ગુજરાત સરકાર તરફથી લોકો ના સ્વસ્થય ને ધ્યાનમાં રાખી નિક્ષય પોષણ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત ટીબીના દર્દીઓની ચકાસણી કરી જરૂરી આરોગ્ય સુવિધા પુરી પાડવામાં આવે છે જેના ભાગરૂપ આજ રોજ તિલકવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિક્ષય પોષણ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં 29 જેટલા ટીબી ના દર્દીઓને દાતાઓ તરફ થી નિઃશુલ્ક પોષણ કીટ ની વિતરણ કરવામાં આવ્યું

ઉલ્લેખની છે કે હાલ ટીબી ના ભોગ બનેલા દર્દીઓને આરોગ્ય સુવિધા પૂરી પાડવા અને ટીબી મુક્ત ભારત બનાવવા માટે ભારત સરકાર તરફથી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે સાથે જ ટીબી નો ભોગ બનેલા દર્દીઓને નિક્ષય પોષણ યોજના હેઠળ આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે જેના ભાગરૂપ તિલકવાડા આરોગ્ય વિભાગના કર્મીઓ તાલુકાના અનેક વિસ્તારોમાં જઈ ટીબિ ના દર્દીઓનિ ઓળખ કરીને તેઓ ને સારવાર પૂરી પાડવાની કામગીરી કરવામાં આવે છે જેથી ટીબી મુક્ત ભારત નું સપનું સાકાર થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે

જેના ભાગરૂપ આજ રોજ તિલકવાડા તાલુકા હેલ્થ ઓફીસ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડો સુબોધ કુમાર ની અધ્યક્ષતામાં અને પ્રતીકભાઈ શાહ ની નિગરાની માં નિક્ષય પોષણ યોજના અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન તિલકવાડા તાલુકાના 29 જેટલા ટીબી ના દર્દીઓને દાતા ઓ તરફ થી નિઃશુલ્ક પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું સાથે જ દર્દીઓને સરકાર તરફ થી અમલમાં મુકવામાં આવેલી નિક્ષય પોષણ યોજના અંતર્ગત આરોગ્ય સુવિધા અંગે માહિતી પૂરી પાડવામાં આવી જેથી કરીને ટીબી મુક્ત તાલુકો બનાવી શકાય અને દરેક વ્યક્તિ સ્વસ્થ જીવન નિર્વાહ કરી શકે તે ઉદ્દેશ્ય સાથે તિલકવાડા તાલુકા હેલ્થ ઓફીસ ખાતે નિક્ષય પોષણ યોજના અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો