વિશ્વમાં સારા સ્વાસ્થ્ય માટે આપણે લીલાં શાકભાજી ખાવાનો આગ્રહ રાખીએ છીએ. એ આગ્રહ બિલકુલ ખોટો નથી. પરંતુ હવે અમદાવાદમાં લીલાં શાકભાજી પણ ભારે પ્રદૂષિત જોવા મળ્યા છે. પંડિત દીનદયાળ યુનિવર્સિટીએ કરેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે વિવિધ શાકભાજી જેવા કે કોબી, રિંગણા, ટમેટાં, પાલક વગેરેમાં ઝેરી તત્વો જોવા મળ્યાં છે. આ સંશોધન માટે ગ્યાસપુર, વિલાસપુર, કાસિન્દ્રા, સારોડા, ચાંદીસર, કાલોલી, અસમાલી, ખેડા એમ વિવિધ ગામોના શાકભાજીના નમુના લેવામાં આવ્યા હતા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આ શાકભાજીમાં નિકલ, સીસું, ઝિંક, ક્રોમિયમ, તાંબુ વગેરે તત્વો મળી આવ્યા છે, જે શરીર માટે ઘાતક છે. આ બધા તત્વોની શરીરમાં ઘૂસણખોરી અનિદ્રા, હાયપરટેન્શન, ફર્ટિલીટીમાં ઘટાડો, કિડનીને નુકસાન વગેરે બિમારીઓને આમંત્રણ આપે છે. આ પૈકીના અમુક તત્વો શરીરમાં અમુક માત્રાથી વધારે જાય તો ગંભીર સ્થિતિ સર્જી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ એ અંગે માપદંડો ઘડ્યા છે.
આ અભ્યાસ અમદાવાદ શહેર આસપાસનો છે. પરંતુ બીજા શહેરોના શાકભાજીની તપાસ કરવામાં આવે તો તેમાં પણ એમાં આવા ઝેરી તત્વો મળી આવવાની પુરી શક્યતા છે.