તિલકવાડા તાલુકાના એક ગામની પરીણીત મહિલાની મદદે પહોંચી 18 દિવસથી વિખૂટી પડેલી બાળકી નું માતા સાથે મેળાપ કરાવતી અભયમ ટીમ નર્મદા

તિલકવાડા તાલુકાના એક ગામની પરિણીત મહિલાની સાથે તેમના પતિ ઝઘડો કરી નવ મહિનાની બાળકીને લઈને જતા રહેલ હોય અને બાળકી ન આપી ઝઘડો કરતા મહિલાએ અભયમ ટીમ નર્મદાને મદદની ગુહાર લગાવતા અભયમ ટીમ નર્મદા ના કાઉન્સિલર ઘટના સ્થળ પર પહોંચીને બંને પક્ષે કાઉન્સિલિંગ કરીને 18 દિવસ થિ વિખૂટી પડેલી બાળકી ને માતા સાથે મેળાપ કરવી બન્ને પક્ષે સુખદ સમાધાન કરાવવામાં અભયમ ટિમ નર્મદા ને સફળતા મળી હતી

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના એક ગામની પરીણીત મહિલના પતિ પતિ ઝઘડો કરી નવ મહિનાની બાળકીને લઈ જતા રહેલ હોય અને 18 દિવસ પછી પણ બાળકી નહિ આપતા પરીણીત મહિલાએ અભય ટિમ નર્મદાને ફોન કરી મદદ ગુહાર લગાવતા અભયમ ટીમ ના કાઉન્સિલર ઘટના સ્થળ પર પહોંચીને મહિલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અમારા લવ મેરેજ થયેલ છે અને લગ્નને બે વર્ષ દરમિયાન અમને એક નવ મહિનાની બાળકી છે અને મારા પિતાનું મૃત્યુ થયા બાદ હું પિયર રહેવા માટે ગઈ હતી દરમિયાન મારા માતાની તબિયત ખરાબ હોવાથી મારે બે દિવસ રહેવાનું હોવાથી મારા પતિ મારી સાથે ઝઘડો કરીને મારી નવ મહિનાની બાળકીને લઈ જતા રહેલ અને હું બાળકીને લેવા માટે ગઈ તો મારી સાથે ઝઘડો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપીને બાળકીને આપતા નથી અને મારી સાથે ઝઘડો કરી અપશબ્દ બોલી માનસિક ટોર્ચર કરે છે અને 18 દિવસથી મારી નવ મહિનાની બાળકી મારા પિયરમાં પતિ પાસે છે

અભયમ ટીમના કાઉન્સિલરે મહિલાની વાત સાંભળ્યા બાદ સામા પક્ષે તેમના પતિ ને બોલાવી બંને પક્ષો સાથે વાત ચીત કરી તેમના પતિ સાથે કાઉન્સિલિંગ કરી કાયદાકીય સમજણ આપી માર ઝુંડ નહીં કરવા અને બાળકીને આપી દેવા માટે જણાવતા પતિએ તેમની ભૂલ સ્વીકારી બાળકીને તેની માતાને સોંપી આજ પછી ઝઘડો નહીં કરું અને બંને પક્ષો શાંતિ થી હળી મળી ને રહેવા માટે બાહેધરી આપી હતી આમ બંને પક્ષે સુખદ સમાધાન કરાવી 18 દિવસથી માતા થી વિખુટી થયેલી બાળકીને માતા સાથે મેળાપ કરાવી બંને પક્ષે સુખદ સમાધાન કરવામાં અભયમ ટીમ નર્મદાને સફળતા મળી હતી સમાધાન થતા બંને પક્ષે અભયમ ટીમ નર્મદાનો આભાર માન્યો હતો