વલસાડ જિલ્લામાં કોરોના બાદ હવે સ્વાઇન ફૂલ ની એન્ટ્રી થઈ છે જિલ્લામાં સ્વાઇન ફૂલ ના 7 જેટલા કેસ નોંધાયા છે જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે રહેતી 60 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થવા પામ્યું છે જિલ્લામાં સ્વાઇન ફૂલની એન્ટ્રી થતા જિલ્લા આરોગ્ય વિભાવ હરકતમાં આવી ગયું છે આરોગ્ય વિભાગ દ્રારા સ્વાઇન ફૂલ વધુ ન ફેલાઈ તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે વલસાડ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફૂલના દર્દી માટે એક અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે