તારાપુર પોલીસે બાતમીના આધારે શહેરના  પ્રજાપતિ ફળિયામાં ફૈઝાન વ્હોરા ના ધરની ઓસરીમાં વિમલ પાન મસાલાના થેલામાં બોક્ષમાં રાખી મુકેલ ૪૨ નંગ બીયરના ટીન ઝડપી રૂ.૪,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર તારાપુર પોલીસને તારાપુર શહેરના પ્રજાપતિ ફળિયામાં રહેતા ફેઝાન વાહીદભાઇ વ્હોરાનાઓ તેઓના ધરે પરપ્રાંતીય દારુનો જથ્થો વેચાણ કરવાના હેતુથી લાવેલ છે તેવી બાતમી હકીકત મળતા તારાપુર પોલીસના માણસો ફૈઝાનના ધરે પહોંચતા ત્યાં ધરે કોઇ હાજર નહોતું જેથી પંચો સમક્ષ તેના ધરની ઝડતી કરી હતી

પોલીસે તપાસ કરતા ધરની ઓસરીમાં વિમલ પાન મસાલાના થેલામાં પુઠાના બોક્ષ હતા તે ખોલી તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટની કીગ ફેસર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ ૫૦૦ મિલી કંપનીના શીલબંધ બિયરના ટીન નંગ ૧૮ તથા બીજા બોક્ષમાં ગોડ ફાધર લેજેન્ડ્રી ઓરિજનલ સ્ટ્રોંગ માર્કાના ૨૪ નંગ ટીન મળી આવેલ જેથી પ્રોહીબીશન મુદામાલ ૪૨ નંગ બિયરના ટીન મળી કુલ રૂ. ૪,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

ફૈઝાન વાહીદભાઇ વ્હોરા રહે તારાપુર નાઓએ ભારતીય બનાવટની પરપ્રાંતીય બીયરના ટીન વગર પાસ પરમીટ પોતાની દેખરેખ હેઠળ વેચાણ કરવાના હેતુથી રાખવા બદલ તેઓના વિરુદ્ધ એક્ટ કલમ ૬૫ઈ, ૧૧૬ (ખ) મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે