ફરી વિદ્યાર્થીની વહારે યુવરજાસિંહ પરીક્ષા મામલે સામે આવ્યા છે. જુનિયર ક્લાર્ક અને તલાટી માટેની પરીક્ષાની તારીખ બદલવાની માંગ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ રજૂઆત કરી છે.
યુવરાજસિંહ જાડેજાએ આ સમગ્ર મામલે GSSSB અને ગુજરાત પંચાયત પસંદગી બોર્ડને આવેદનપત્ર આપી આ રજૂઆત કરી હતી.
જુનિયર ક્લાર્ક અને તલાટી માટેની પરીક્ષાની તારીખ બદલવાની માંગ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ GSSSB અને ગુજરાત પંચાયત પસંદગી બોર્ડને આવેદનપત્ર આપ્યું હતું. જુનિયર ક્લાર્કની પરીક્ષા 8 જાન્યુઆરીએ યોજાવાની છે. એક જ દિવસે પરીક્ષા લેવાતી હોવાથી પરીક્ષાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થી સંગઠનો અને વિદ્યાર્થી આગેવાનો દ્વારા વિવિધ સ્થળોએ પરીક્ષાની તારીખમાં ફેરફારની માંગ સાથે આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે.
GPSCની પરીક્ષા પણ 8મી અને 29મી જાન્યુઆરીએ યોજાવાની છે. તલાટીની પરીક્ષા પણ 29 જાન્યુઆરીએ યોજવામાં આવી રહી છે. બંને પરીક્ષા એક જ તારીખે હોવાથી પરીક્ષાર્થીઓ મૂંઝવણમાં છે. જેના કારણે સરકારને તારીખો બદલવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત એબીવીપીએ માંગણી કરી છે કે અલગ-અલગ વિભાગની પરીક્ષા લેવામાં આવે, અલગ-અલગ વિભાગની પરીક્ષા એક જ તારીખે લેવાઈ રહી છે.