સ્વર્ગવાસ:ભરતભાઈ રાવતબાપુ વાળા નિર્મિત ગાત્રાડ માતાજીની વાડી ૩ વીઘા જમીનમાં ઉભી કરવામાં આવી છે.

જેમાં ભોજનાલય,૨હોલ, તેમજ વિશાળ કમ્પાઉન્ડ ની વ્યવસ્થા કરાઈ છે,

આ યજ્ઞ ૫ મી ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ યોજાનાર છે.

આ વાડી ઉભી કરવા પાછળ ના મુખ્ય પ્રેરણાસ્તોત્ર સ્વ:ભરતભાઈ રાવતબાપુ વાળા પરિવાર ની ખુબજ મોટી સેવા રહી છે. માતાજી ની વાડીમાં દાન આપનાર દાતાશ્રીઓમા

 બાબબાપુ નાનબાપુ વાળા એ ૨૧ લાખ. તેમજ 

મહાવીરભાઈ રાવતબાપુ વાળા અને યુવરાજભાઈ ભરતભાઈ વાળા એ ૨૭ લાખ.તેમજ રામબાપુ વાળા ની વાવડી ગામ ના નજુભાઈ ભુરાભાઇ વાળા એ ૧ લાખ ૬૨ હજાર તેમજ ગઢીયા ના નજુભાઈ બદરૂભાઇ વાળા એ ૧ લાખ ૫૦ હજાર તેમજ માણાવાવ ના ગટુભાઈ વાળા એ ૧ લાખ ૨ હજાર નું અનુદાન આ વાડીના નિર્માણ કાર્ય માટે આપેલા,

ગાત્રાડ માતાજી ધાનાણી શાખ ના વાળા દરબારો ના કુળદેવી છે.આ વાડી ૧ કરોડ ૨૧ લાખના ખર્ચે બનાવવા મા આવી છે,

આવતી ૫ મી ફેબ્રુઆરી મા યોજાનાર ગાત્રાડ માતાજીના નવચંડી યજ્ઞ ના આગવા આયોજન માટે એક મિટિંગ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મહાવીરભાઈ, જયવંતભાઈ, યુવરાજભાઈ, રાજાભાઈ, બાબભાઇ, વનરાજભાઈ, પ્રકાશભાઈ, ગટુભાઈ,વિગેરે વાળા પરિવારના માતાજી કુળદેવી ગાત્રાડ માતાજી ના ગોઠીભાઈ ઓ હાજર રહ્યા હતા, અને આવનાર યજ્ઞ ના આગવા આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.