કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચાંદરડા પાટીયા નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડ ક્રોસ કરી રહેલા યુવાનને છત્રાલ તરફથી આવી રહેલી કાર ચાલકે ટક્કર મારતા તેઓ રોડ ઉપર પછડાયા હતા અને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તેઓને નંદાસણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના ચાંદરડા પાટીયા પાસે હરિલાલ ઉર્ફે પિન્ટુ અને લક્ષ્મણભાઈ જેઓ ચાંદરડા પાસે એક સાઈડની અંદર કામકાજ કરી રહ્યાં હતા. બંને યુવાન મિત્રો ચાંદરડા ગામમાં ખરીદી કરવા ગયા હતા અને ખરીદી કરીને જે જગ્યા ઉપર કામ કરી રહ્યા હતા ત્યાં આગળ પાછા આવી રહ્યા હતા. જે દરમિયાન ચાંદરડા પાટીયા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. જ્યાં છત્રાલ તરફથી આવી રહેલા એક કાર ચાલકે હરિલાલને ધડાકા ભેર ટક્કર મારતા તેઓ રોડ ઉપર પછડાયા હતા.

રોડ ઉપર પછડાતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવવામાં આવી હતી. પરંતુ હરિલાલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યાં હરીલાલના મિત્ર તેમજ તેમના સાઈડ ઉપર માણસો બોલાવવામાં આવ્યા હતા અને નંદાસણ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમના ભાઈ બંસીલાલ જેઓ વેરાવળ ખાતે એક હોટલની અંદર નોકરી કરે છે તેઓને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. તેઓ પણ નંદાસણ ખાતે આવી પહોંચ્યા હતા અને ગાડી ચાલક વિરુદ્ધધ ગુનો દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.