વર્તમાન સમયમાં શિક્ષણ થતી સમાજની ઓળખ બની છે. જે સમાજમાં શિક્ષણ હશે તે જ સમાજ ની પ્રગતિ થશે તેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. ત્યારે વિવિધ સમાજઓએ શિક્ષણ તરફ દોટ મૂકી છે.જોકે હવે ગુજરાતમાં નાઈ સમાજ પણ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે શ્રી નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ (શિક્ષણ સમિતિ) ડીસા દ્વારા આગામી માર્ચ મહિના માં આવતી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાને લઈ માર્ગદર્શન સેમીનારનું નાઈ સમાજ ની વાડી ડીસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી કે.ટી દવે (અંગ્રેજી શિક્ષક) તથા વિશેષ ઉપસ્થિતિ નાઈ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ કેતનભાઈ,મહામંત્રી સેવતી ભાઈ કાંટ તેમજ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા ની વિવિધ મુદ્દાઓ ની ચર્ચા કરવામાં આવી હતી..