ખંભાત તાલુકાના ગોલાણા રોડ પર તામસા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક પર સવાર યુવકને અડફેટે લેતા રસેન્દ્ર કાંતિભાઈ પરમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.જેને કારણે સારવાર અર્થે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.સદર બાબતે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.જો કે આજ રોજ સવારે ૧૦ કલાકે રસેન્દ્ર પરમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.યુવકના મૃતદેહની વિધિવત રીતે અંતિમક્રિયા કરવામાં આવી છે. સદર ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી છે.
(સલમાન પઠાણ-ખંભાત)