બાઇક ચોરી કરનાર બે ઇસમોને ચોરેલા બાઇક સાથે પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ. ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ , ભાવનગર નાઓએ મિલ્કત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓ આચરતા આરોપીને પકડી પાડવા જરૂરી સુચના આપેલ હોય, જે સુચના અન્વયે હિમકર સિંહ , પોલીસ અધિક્ષક અમરેલીનાઓ દ્રારા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી ની જરૂરી સુચના અને માર્ગદર્શન તળે, પી.બી.લક્કડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનનાઓની ટીમ દ્વારા, અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમા, બાબાપુર ગામે નંબર પ્લેટ વિનાનુ મો.સા લઇને જતા બે શંકાસ્પદ ઇસમોને પકડી પુછપરછ કરી મો.સા.ના આધાર પુરાવાઓ રજુ કરવા કહેતા, કોઇ આધાર પુરાવાઓ નહી હોવાનું તેમજ સદરહુ મો.સા ધારીના હીમખીમડી મુકામેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા આરોપીઓને સી.આર.પી.સી કલમ -૪૧ ( ૧ ) ( ડી ) મુજબ અટક કરી મો.સા સી.આર.પી.સી કલમ -૧૦૨ મુજબ કબજે લઇ આગળની કાર્યવાહી કરવામા આવેલ છે . પકડાયેલ ઇસમો : ( ૧ ) મહેશભાઇ મનસુખભાઇ જરેરા ઉ.વ .૨૦, ધંધો. - મજુરી,રહે . પાણીયા,રાજુભાઇની દુકાન પાસે તા.જી.અમરેલી, ( ૨ ) વિજયભાઇ હિંમતભાઇ વાઘેલા ઉ.વ .૨૧ ધંધો - કડીયાકામ, રહે . પાણીયા, નિશાળ પાસે,તા.જી.અમરેલી, કબ્જે લીધેલ મુદ્દામાલની વિગત : એક લાલ કલરનુ મો.સા. જેના ટાંકીના ભાગે અંગ્રેજીમા હોન્ડા લખેલ છે . તેમજ સિલ્વર પંખા જેના એન્જીન ઉપર અંગ્રેજીમા હીરો હોન્ડા લખેલ છે . જે મો.સા.ના એન્જીન નંબર તથા ચેસીસ નંબર જોવામાં આવતા નથી . જે મો.સા.ની કિ.રુ .૫,૦૦૦ / - ગણી સી.આર.પી.સી કલમ -૧૦૨ મુજબ કબ્જે કરવામા આવેલ છે . આ કામગીરીમા અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.બી.લક્કડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તથા અમરેલી રૂરલ પો.સ્ટે.ની પોલીસ ટીમ જોડાયેલ હતી .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.