લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરવાણા ગામેથી કિ.રૂ.૮૭,૭૪૪/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડવામા આવ્યો.
શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ.... જે અન્વયે શ્રી વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે ચોરવાણા ગામે ઓઝડી જવાના ત્રણ રસ્તા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૮૭,૭૪૪/-તથા હેરાફેરી કરવાના ઉપયોગમાં લીધેલ અતુલ શક્તિ વાદળી કલરનો થ્રી વ્હિલર છકડાના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી ઝોઝ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદામાલ ઃ-
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નં.૮૧૬ કિ.રૂ.૮૭,૭૪૪/-
(૨) અતુલ શક્તિ વાદળી કલરનો થ્રી વ્હિલર છકડો રજી નં GJ-૦6-AU-1396 કિ.રૂ.૮૦,૦૦૦/-
(૩) મરઘા મુકવાનુ લોખંડની જાળીવાળુ પાંજરૂ કિ.રૂ.૧,૦૦૦/-
(૪) મોબાઇલ નં.૦૧ કિ.રૂ.૫,૦૦૦/-
(૨) રોકડા રૂપીયા કિ.રૂ.૫૫૦/-
કુલ કિ.રૂ.૧,૭૪,૨૯૪/-
પકડાયેલ ઇસમોનુ નામ ઃ-
(૧) રમેશભાઇ રાયસિંગભાઇ રાઠવા રહે. દિયાંવાંટ પટેલ ફળીયુ તા.જી છોટાઉદેપુર