૩૭ મહિનાની ભરણ પોષણની રકમ ભરપાઇ કરે તો છોડી મુકાશે.

Sponsored

द मून रेस्टॉरेंट एवं देव क्लासेज - बूंदी

द मून रेस्टॉरेंट एवं देव क्लासेज की ओर से समस्त बूंदी वासियों को रूपचौदस, धनतेरस, दीपावली एवं गोवर्धन पूजा की हार्दिक बधाइयाँ व शुभकामनाएं

ખાંભામા કોર્ટમાં એક મહિલાએ તેના પતિ સામે ભરણ પોષણનો કોર્ટમા કેસ કર્યો હોવા છતા ૩૭ મહિનાથી ભરણ પોષણની રકમ ચુકવી ન હોય, અદાલતે મહિલાના પતિને ૫૫૫ દિવસની સજા ફટકારી હતી . ખાંભા કોર્ટ દ્વારા હાલમાં ઘણા મોટાભાગના કેસો ઝડપથી ચાલી રહ્યા છે . અને ભોગ બનનારને ઝડપી ન્યાય મળી રહ્યો છે . હાલમાં ખાંભા કોર્ટના જજ દ્વારા ચાર જેટલા આરોપીને સજા કરી હતી . ત્યારે ફરી એક ભરણ પોષણ કેસમાં યુવકને ૫૫૫ દિવસની સજા સંભળાવવામા આવી હતી . ખાંભા કોર્ટમાં પુરણબા ભીખુભા વાઘેલા નામની મહિલાએ ભરણ0 પોષણ માટે યાચીકા દાખલ કરી હતી . આ યાચીકા અનુસંધાન ૧૯/૦૩/૨૦૧૯ ખાંભા કોર્ટ દ્વારા તેના પતિને મહિને ૪૦૦૦ રૂપિયા સંતાન ૧૦૦૦ લેખે ભરણ પોષણ આપવા આદેશ કર્યો હતો . મહિલાનો પતિ ગિરિરાજસિંહ નવુભા જાડેજા રે.ખાંભા ( પ્રાચી ) તા.સુત્રાપાડા જી.ગીર સોમનાથએ આ આદેશ હુકમ પ્રમાણે તેમની પત્ની પુરણબાને ૩૭ મહિનાથી ભરણ પોષણ પેટે એક રૂપિયો આપ્યો ન હતો . જેના અનુસંધાને પુરણબા ભીખુભા વાઘેલા દ્વારા ફરી અરજી દાખલ કરી હતી જે કેસ ચાલી જતા જજ સી.વી.ભટ્ટ દ્વારા આ કેસના ચુકાદામાં આરોપી ગિરિરાજસિંહ નવુભા જાડેજાને ૧ મહિનાના ૧૫ દિવસલેખે ૩૭ માસના ભરણ પોષણ પેટે ૫૫૫ દિવસની સાદી કેદની સજા સંભળાવી હતી . જ્યારે આ ૩૭ માસના ૧ લાખ ૮૫ હજારની રકમ તેમજ અરજી ખર્ચના ૧ હજાર આરોપી કોર્ટમાં કે જેલમાં ભરપાઈ કરે તો છોડી મુકવાનો હુકમ સંભળાવવામાં આવ્યો હતો