ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ તો ભારે પવન અને વીજળીના ગડગડાટ સાથે વરસાદ રીતસરનો તૂટી પડ્યો હતો. ચોમાસામાં વીજળી પડવાની ઘટનાઓ અવારનવાર બને છે ત્યારે સુરતના કામરેજમાં એક દુઃખદ ઘટના બની. કોળી ભરથાણમાં વીજળી પડતા 5 લોકો બેભાન થઇ ગયા હોવાનું સામે આવ્યુ છે. જેમાં એક યુવતી, એક બાળક અને 3 યુવકનો સમાવેશ થાય છે. તેઓ વરસાદથી બચવા માટે ઝાડ નીચે બેઠા હતા તે દરમિયાન વીજળી પડતા પાંચેયની હાલત ગંભીર બની હતી. હાલ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

વીજળી ચમકતી હોય આવી સ્થિતિમાં ઘરના ધાબા પર ન જવુ જોઈએ. સાથે જ કોઈ પણ એવી વસ્તુઓ પાસે ન જવું જોઈએ જે વીજળીને પોતાની તરફ ખેંચતું હોય. ધાતુના પાઈપ, નળ, ફુવારા વગેરેથી દૂર રહેવું જોઈએ. જો તમે ઘરથી બહાર છો તો ક્યારેય પણ વીજળી ચમકતી હોય તેવી સ્થિતિમાં ઝાડની નીચે ન ઉભા રહો. બાઈક, વિજળી અથવા ટેલિફોનના થાંભલાઓ અથવા મશીનની આસપાસ ન ઉભા રહો.

જ્યારે પણ તમે આવી સ્થિતિમાં ઘરની અંદર અથવા બહાર હોવ અને તમારા માથાના વાળ ઉભા થઈ જાય ત્વચામાં કળતર થાય તો સમજી લો કે તમે વીજળીની ઝપેટમાં આવી શકો છો. માટે તત્કાલ બન્ને હાથોથી પોતાના કાન બંધ કરી લો. પંજા પર બંસી જાઓ. ઘૂંટણની ઉપર કુણી હોવી જોઈએ. આ વાત ધ્યાન રાખો કે પોતાના શરીરનો જેટલે ભાગ જમીન સાથે જોડાયેલો હશે તામારા બચવાના ચાન્સ તેટલા જ વધારે છે.

જો કોઈ વીજળી પડવાના કારણે ઘાયલ થયું છે કો તેને તરત સીપીઆર આપવું જોઈએ.કૃત્રિમ શ્વાસ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ કે તેને તરત પ્રાથમિક સારવાર મળી રહે. આ વાતનું ધ્યાન રાખો કે વીજળી હંમેશા ધરતીથી ઉંચી વસ્તુઓને જ ટકરાય છે. માટે ક્યારેય આવી સીઝવમાં ઉંચી બિલ્ડિંગ, ઝાડ અથવા થાંભલાની નીચે ન ઉભા રહો.