અમરેલી જિલ્લાના ગંભીર ગુનાઓના ટોપ – ૧૦ નાસતા ફરતા આરોપીઓ કરતી અમરેલી પોલીસ.

  પોલીસ મહાનિદેશક , સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ , ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ, ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલ ઠરાવ અન્વયે,જિલ્લાઓના ટોચના નાસતા ફરતા આરોપીઓને પકડવામાં મદદરૂપ થનાર , બાતમી આપનાર વ્યકિતોઓને ઇનામ આપવા બાબતે સુચના કરેલ હોય , જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓની સુચના અન્વયે, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓને અંજામ આપી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે ઘણા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરી ,

  તે પૈકીના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ટોપ– ૧૦ નાસતા ફરતા આરોપીનો અંગે માહિતી આપનાર ,અથવા પકડી પાડવામાં પોલીસને મદદરૂપ થનાર વ્યક્તિઓના નામ ગુપ્ત રાખવામાં આવશે.અને તેમને રૂ .૧૦,૦૦૦ / - નું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવેલ છે.

અમરેલી જિલ્લાના ટોપ - ૧૦ નાસતા ફરતા આરોપીની વિગતઃ

 ( ૧ ) ચંદુભાઇ ગોવિંદભાઇ પટેલ , રહે.ઇટારા , તા.વીજાપુર , જિ.મહેસાણા,

 ( ૨ ) દિત્તીયા જીથરા પરમાર , રહે.તરછોડ , તા.જિ.દાહોદ ,

( ૩ ) પરશુમાનસીંગ પરમાર , રહે.તરછોડ , તા.જિ.દાહોદ ,

( ૪ ) દડુભાઇ સાર્દુળભાઇ કાઠી , રહે.દહીડા, ( ચલાલા ) , તા.ધારી , જિ.અમરેલી ,

 ( પ ) અબ્દુલ કૈયુદીન સ / ઓ . અલીમુદ્દીન ઉર્ફે મોહીલઅર્લી રહે.ધુલી ગામ , તા.ઇસ્લામપુર , જી.ઉત્તરદીનાજપુર , પં.બંગાળ

( ૬ ) મના વેલાભાઇ દેવીપુજક , રહે.ધુડીયા આગરીયા , તા.રાજુલા , જિ . અમરેલી .

( ૭ ) રાજુભાઇ હીરાભાઇ વાસકીયા , રહે.પરણી , તા.અમ્બુઆ , જિ.અલીરાજપુર ( મધ્યપ્રદેશ )

( ૮ ) સંજય ધુડકાભાઇ સોનવણે , રહે.અમરનેસ , તા.જિ.જલગાવ, ( મહારાષ્ટ્ર )

( ૯ ) ભાયા કરૂં પુરડીયા , રહે , ચગદી ફાટક , તા.જોબટ , જિ , અલીરાજપુર,( મધ્યપ્રદેશ )

 ( ૧૦ ) વનરાજ મંગળુભાઇ વાળા , રહે.નાની ધારી , તા.ખાંભા , જિ.અમરેલી ,

 આમ , અમરેલી પોલીસ અધિક્ષક હિંમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લાના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ, ટોપ - ૧૦ નાસતા ફરતા આરોપીઓની માહિતી આપનાર વ્યકિત , નાસતા ફરતા આરોપીને પકડવામાં પોલીસને મદદ કરનાર વ્યક્તિઓના નામ ગુપ્ત રાખવાની બાંહેધરી આપી . રૂ .૧૦,૦૦૦ / - ( અંકે રૂપિયા દસ હજાર ) નું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.