અમરેલી જિલ્લા ના ધારી તાલુકાના વાઘવડી ગામે રહેતા ભરતભાઈ ઓઢાભાઈ વાળા ઉં. વ.૩૫, રે. વાઘવડી, તાલુકો.ધારી,જિલ્લો. અમરેલી, વાળા ને
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ગામમાં રહેતા ઠારૂભાઇ હાથિયાભાઈ વાળા તેમજ સુરેશભાઈ ઠારૂભાઇ વાળા રે. બન્ને વાઘવડી, તા. ધારી, જિલ્લો. અમરેલી. વાળાઓ મોટર સાઇકલ લઈને દુકાને આવેલા અને મોટર સાઇકલ ઉભું રાખી હેઠા ઉતરી ઠારૂભાઇએ મોટર સાઇકલ માંથી ગુપ્તિ કાઢી તેમજ સુરેશભાઈ એ લોખંડ નો પાઇપ કાઢી કહેલ તું મારી સામે કાતર કેમ? માર છો.તેમ કહી બન્ને બાપ દીકરો મારવા આવતા હું મારા ગામના સ્મશાન પાસે ભાગી ગયો હતો. ત્યાંથી ફોન કરી મારાભાઈ ભુપતભાઈ ને બોલાવતા તેઓ ત્યાં આવેલા અને અમે બન્ને ભાઈઓ માખણિયા હનુમાનદાદા ના પાછળ ના ભાગે આવેલી સિમે આપાભાઈ મેરામભાઈ વાળા અમારા માલ ચારતા હતા ત્યાં માલ લેવા અમે બન્ને ભાઈઓ જતા હતા.મારો નાનો ભાઈ ભુપત મોટરસાઇકલ ચલાવતો હતો, અને હું પાછળ બેઠો હતો.આમ અમો બન્ને ભાઈઓ વાઘવડી ના પાટિયા પાસે માખણિયા હનુમાન દાદા ના મંદિર પાછળ ની સીમ મા પહોંચ્યા હતા. જ્યાં અમારા માલ ચરતા હતા,ત્યાં આ ઠારૂભાઇ અને તેનો દીકરો સુરેશ અમારી પાછળ આવી પહોંચ્યા હતા,અને અમને ઉભા રાખી બોલાચાલી કરી,જેમ ફાવે તેમ ગાળો આપતાં હતા મેં ગાળો આપવાની ના કહેતા બન્ને ઉશકેરાઈ જઈ અમો બન્ને ને મારવા લાગેલ જેમાં મારાં નાના ભાઈ ભુપત ને ઠારૂભાઇ એ ગુપ્તિ નો એક ઘા માથાની વચ્ચે ના ભાગમાં તેમજ એક ઘા ડાબા ખંભા પર બાવડા ના ભાગે તેમજ એક ઘા ડાબા હાથના અંગુઠા પાસે આંગળી ઉપર મારી દેતા લોહી નીકળવા લાગેલ તેમજ સુરેશભાઈ એ તેમના હાથ મા રહેલ લોખંડ ના પાઇપ નો એક ઘા માથાના ભાગે ડાબા હાથ પર તેમજ બન્ને પગના ઘૂંટણ ના ભાગે મારી મૂંઢ ઈજાઓ થાય તે રીતે માર મારેલ માથાના ભાગે મને પણ પાઇપ લાગતા લોહી નીકળવા લાગેલ આમ અમે બન્ને ભાઈઓ ને માર માંરી ઈજાઓ થતા અમો નીચે પડી ગયેલ,તેથી આ બન્ને સુરેશભાઈ અને ઠારૂભાઈ ત્યાંથી ભાગી ગયેલ અને ભાગતા ભાગતા કહેતા ગયેલ કે હવે અમારી સામે કાતર મારશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતાં ગયેલ ,
અમને ઈજાઓ થતા અમારા ગામના આપભાઈ મેરામભાઈ વાળા તથા કથુભાઈ અમરૂંભાઈ વાળા ને ફોન કરી વાઘવડી ગામના પાટિયા પાસે બોલાવેલ,અને મારાં ભાઈ ભુપતભાઈ એ ફોન કરી હુડલી ગામના શિવરાજભાઈ ને દવાખાને જવાનું હોવાથી તાત્કાલિક તેમની ફોરવહીલ લઈને બનાવના સ્થળે બોલાવેલા,અને અમે ચલાલા સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા.અને પ્રાથમિક સારવાર મેળવેલ હતી જ્યાં ફરજ પરના ડોક્ટર શ્રી એ વધુ સારવાર અર્થે જવા કહેતા અમરેલી સિવિલ હોસ્પિટલ વધુ સારવાર લેવા માટે એમ્બ્યુલન્સ મારફતે પહોંચ્યા હતા.
બનાવ નું કારણ એવુ છે કે બન્ને બાજુ બાજુ મા રહેતા હોય બન્નેના મકાન વચ્ચે કાંટાની વાડ ને લઈને અવાર નવાર ઝઘડા થતા હોય જેને લઈને કોઈ ફરિયાદ થવા પામેલ ન હતી પરંતુ આરોપીઓ એ જુનુ મનદુઃખ રાખી બન્ને ભાઈ ઓ ને માર મારતા ફરિયાદ દાખલ થવા પામેલ છે.જેને લઇ ને આગળની તપાસ ચલાલા પોલીસ સ્ટેશનના પોલીસ કસબ ઇન્સ્પેક્ટર
સિદ્ધરાજસિંહ રઘુવીરસિંહ ગોહિલ ચલાવી રહ્યાં છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.