ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં રાજમંદીર ટોકીઝની સામે અને તુલસીનગર સોસાયટીની આગળ નેનાવા હાઈવે પર જાહેર રોડ પર આવેલી ગટરનાળાની કુંડી ગમેત્યારે ગંભીર અકસ્માત સર્જે તેવી હાલતમાં રસ્તાની વચ્ચોવચ્ચ હોવા છતાંય અને આ કુંડી બાબતે અનેક રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો ફક્ત વાયદાઓ જ કરી રહ્યા છે.લોકોમા ચર્ચાતો સવાલ એજ છે કે, રાતના અંધકારના સમયે કોઈ રાહદારી કે વાહન ચાલક અજાણતા કુંડીમા પડે અને ગંભીર અકસ્માતનો ભોગ બને તેની રાહ જોઈ રહ્યા છે કે શું...