મહેસાણા : મહેસાણા પંથકમાં ચાર વર્ષ અગાઉ કરેલા લગ્ન દરમિયાન પતિને લગ્નેતર સંબધો હોવાની શંકા ગઈ હતી. બાદમાં પતિના ફોનમાં અન્ય યુવતી સાથેની તસવીરો જોતા જ પરિણીતા ચોકી ઉઠી હતી. જે બાદ દપંતી વચ્ચે માથાકૂટ થઈ હતી. જેથી ગર્ભવતી પત્ની પોતાના પિયર ચાલી ગઈ હતી. લાંબા સમય બાદ મહિલા સહાયતા કેન્દ્રમા બેથી વધુ વખત દંપતીને બોલાવી સમજાવતા આખરે બને વચ્ચે સમાધાન થયું હતું.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મહેસાણા પંથકમાં બાવીસ વર્ષની યુવતીના લગ્ન ચાર વર્ષ અગાઉ સમાજના જ યુવાન સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેઓને એક દીકરી હતી, તેમજ પરિણીતાને છ મહિનાનો ગર્ભ હતો તે સમયે પતિને લગ્નેતર સંબધો હોવાની શકા ગઈ હતી. બાદમાં બને વચ્ચે માથાકૂટ શરૂ થઈ હતી. આ દરમિયાન પરિણીતાએ પોતાના પતિના ફોનમાં અન્ય યુવતી સાથેના ફોટો અને વીડિયો જોઈને લાલચોર થઈ ગઈ હતી. જેને પગલે સમય જતાં પતિ દર મહિને તેના મોબાઇલ નંબર પણ બદલતો હતો. પતિની આવી હરકતોથી કંટાળી પરિણીતા અંતે પોતાની બાળકી સાથે પિયર રહેવા ચાલી ગઈ હતી. દંપતી વચ્ચેનો વિવાદ મહેસાણા મહિલા સહાયતા કેન્દ્રમાં પહોંચ્યો હતો. અહીં બંને પક્ષે જ્યારે સમજાવટ શરૂ કરવામાં આવી ત્યારે પતિએ શરત મૂકી હતી કે પત્ની તેના ફોનની ચકાસણી નહી કરે અને હું જે કહું એ મુજબ કરે. જોકે, બાદમાં પરિણીતાને આ શરત મંજૂર ન હોવાથી મહિલા કેન્દ્રના કાઉન્સિલર નીલમબેન પટેલે બને પક્ષ વચ્ચે ત્રણથી વધુ વખત બેઠક કરીને એકબીજાને સમજાવ્યાં હતા. જેથી ફરી સમાધાન થઈ જતા લગ્નજીવન બચી ગયું હતું.