કડી : કડી શહેરના ફાટી પોળ વિસ્તારમાં નજીવી બાબતમાં બોલાચાલી થઈ હતી. બાદમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું અને થોડાક કલાકો બાદ સામ સામે બંને પક્ષો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. જેમાં સાત ઇસમો વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે કાર્યવાહી કરી હતી.

કડી શહેરના ફાટી પોળ વિસ્તારમાં રહેતા ઈકબાલ કુરેશી કે જેઓ હાલ નિવૃત્ત છે અને પોતાના ઘરે જ રહે છે. જે દરમિયાન તેઓ ઘરે હાજર હતા અને તેમના નાના ભાઈનો દીકરો કુરેશી અહેમદ ઈકબાલને કહેવા લાગ્યો કે, હું અત્યારે કલાલ વાસમાંથી આવી રહ્યો છું. તે સમયે ફાટી પોળ નાકે મલ્લીવાસમાં રહેતો એજાજ મંડલી બેઠો હતો અને હું ત્યાંથી નીકળતા જ તે મારી સાથે ગાળા ગાળી કરવા લાગ્યો હતો. મેં ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને મને લાફો માર્યો હતો. જે બાબતની ઈકબાલને વાત કરી હતી. બાદમાં તેઓનું સમાધાન પણ થઈ ગયું હતું તેવું પણ તેમણે જણાવ્યું હતું. જ્યાં ઈકબાલ ઘરે હાજર હતા અને મોડી રાત્રે તેમનો દીકરો અલ્તાફ ઘરની બહાર નીકળ્યો હતો. અને તરત જ બૂમાબૂમ થવા લાગી હતી. જે બૂમાબૂમ થતા ઈકબાલ કુરેશી સહિત પરિવારજનો ઘરની બહાર નીકળીને જોવા ગયા હતા. જે દરમિયાન એજાજ, હનીફ અને અનવરભાઈ હાથમાં ધોકા લાકડીયો વડે ઈકબાલના પરિવારના ઉપર તૂટી પડ્યા હતા.જ્યાં ઝઘડો થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આ ઝઘડામાં ત્રણ જણને ઇજાઓ પહોંચી હતી. તેઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કડી શહેરના ફાટી પોળ વિસ્તારમાં નજીવી બાબતમાં ધીંગાણું ખેલાયું હતું. જેમાં બંને પક્ષો વચ્ચે સામસામે ફરિયાદો નોંધાવી હતી. જ્યાં બીજા પક્ષે અનવર કે જેઓ પોતે દરજીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જેઓ ઘરે હાજર હતા તે દરમિયાન તેમના ભાણેજ એજાજે ઘરે આવીને કહ્યું હતું કે હું ફાટી પોળ નાખે બેઠો હતો. તે દરમિયાન એહમદ આવ્યો હતો અને મારા સાથે જેમતેમ વર્તન કરતો હતો અને ગાળા ગાડી કરતો હતો અને મારા જોડે જેમ ફાવે તેમ વર્તન કરી રહ્યો હતો. તો મેં સમજાવવાની કોશિશ કરતાં મને લાફો મારી દીધો હતો. જે બાદ અનવર અને તેમનો ભાણેજ બંને જણા એમના કાકા ઈકબાલભાઈના ઘરે જઈને સમગ્ર હકીકત જણાવેલી તે બાદ અંદરો અંદર સમાધાન થઈ ગયેલું હતું. બાદમાં ફાટી પોળના નાકે અલ્તાફભાઈ,અલબક્ષ, રફીક ઉર્ફે ટાઈગર અને ઈકબાલભાઈ ગાળા ગાળી કરી રહ્યા હતા. જ્યાં અનવરભાઈ અને તેમનો ભાણેજ ત્યાં આગળ જઈને સમજાવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ તે લોકો ન સમજતા અને ઉશ્કેરાઈ જઈને મામા ભાણિયા ઉપર હીચકારો હુમલો કર્યો હતો. લાકડીઓ તેમજ તલવાર વડે હુમલો કરાતા બંને જણાઓને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઝઘડામાંથી છોડાવવામાં આવ્યા હતા. બાદમાં પ્રાઇવેટ વાહનમાં તેઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં કડી પોલીસને જાણ થતા કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને પક્ષો ફરિયાદ લઈને 7 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.