ખંભાત તાલુકાના ખડોધી ખાતે આવેલી ઉત્તર બુનિયાદી શાળામાંથી ૧૭ હજાર કિંમતના ઇલેક્ટ્રોનિક્સ સામાનની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા છે.શાળાના આચાર્યએ આપેલી ફરિયાદનુસાર, ૧૫મી ના રોજ શાળા છૂટ્યા બાદ શાળા બંધ કરી ૧૬મીએ શાળામાં પરત આવતા આચાર્યની રૂમનો લોક તૂટેલ હાલતમાં જોવા મળ્યું હતું.જે રૂમમાંથી ૧૬ હજાર કિંમતનો યુ.એસ.બી એમ્પ્લીફાયર અને ૧ હજાર કિંમતનો માઈક્રોફોન એમ મળી કુલ ૧૭ હજાર કિંમતના ઇલેક્ટ્રોનિક્સ સામાનની ચોરી થઈ હતી.ત્યારબાદ આચાર્યએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદને આધારે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

(સલમાન પઠાણ-ખંભાત)