મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત વિરપુરના ઉમરીયા ગામે આઝાદી પછી પ્રથમ વખત ગામનો નવો માર્ગ બનશે.... ૫૭.૫૫ લાખ ખર્ચે ગામનો નવીન રોડ નિર્માણ કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી... વિરપુર તાલુકાના ઉમરીયા ગામને જોડતા રોડની કામગીરી આઝાદી પછી પહેલી વખત શરૂ કરવામાં આવી છે અહીં ખેડુતો અને વિધાર્થીઓ મસમોટા ખાડાઓ તેમજ ધુળીયા રોડમાંથી છુટકારો મળતાં ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે ઉમરીયા ચોકડીથી ગામમાં જવાનો માર્ગ અંદાજીત એક કીમી છે જે જવાનો રસ્તો કાચો અને ધુળીયો હતો ચોમાસાની ઋતુ દરમિયાન આ કાચા રસ્તા પર વરસાદી પાણી ભરાઇ જતું હતું આથી ગામના ખેડૂતો, રાહદારીઓ અને શાળાએ જતાં નાના બાળકો ભારે હાલાકી વેઠવી પડતી હતી આ રોડ બનાવવા માટે સ્થાનિક ગ્રામજનોએ છેલ્લા ૩૦ વર્ષથી અનેકવાર લેખિત તેમજ મૌખિક સંબંધિત વ્યક્તિઓને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં રોડની કામગીરી હાથ ધરવામાં આવતી ન હતી તાજેતરમાં મુખ્યમંત્રી સડક યોજના હેઠળ ૫૭.૫૫ લાખના ખર્ચે ડામર રોડ મંજૂર કરવામાં આવ્યો છે છેલ્લા એક માસથી ડામર રોડની કામગીરી ચાલુ કરવામા આવતા ગ્રામજનો અને વિધાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી.... પુનમભાઇ પગી સ્થાનિક ઉમરીયા... ઉમરીયા ગામનો રોડ આઝાદી પછી પહેલી વખત બની રહ્યો છે ત્યારે આ રોડ પર કેટલાક વર્ષોથી એક એક ફુટના ખાડા તેમજ ચોમાસાની ઋતુમાં આ રોડ‌ પરથી નિકળવું ખેડૂતો માટે તેમજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માથાના દુઃખાવા સમાન હતો તો રોડ પરથી અવાર નવાર અકસ્માત પણ થતાં રહ્યાં છે ત્યારે આજે સરકાર દ્વારા આઝાદી પછી પહેલી વખત અમારા ગામને જોડતા રોડની કામગીરી ચાલુ કરવામા આવતા ખરેખર અમને ખુશી વ્યક્ત કરીએ છીએ અને સરકારશ્રીનો આભાર માનીએ છે...

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं